કોરોનાનાં કપરા કાળમુખા કાળમાં પણ ડ્રગ્સ અને ડ્રગ્સનાં ખેપીયાઓને જપ નથી. જી હા, ગુજરાતનાં તમામ પડોશી રાજ્યોની સરહદો એક દમ ટાઇટ છે કોઇ પણ વાહનો ચેકીંગ સિવાય જવા દેવામાં નથી આવી રહ્યા, એક શહેરથી બીજી શહેરમાં પ્રવેશ કરતા પણ કડક રીતે ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે, ત્યારે આ ડ્રગ્સ માફિયા અને બુટલેગરો ગુજરાતમાં પ્રતિબંધીત ડ્રગ્સ લાવતા કેલી રીતે હશે કે જ વિચાર માંગી લેતી બાબત છે. જો કે, ડ્રગ્સ મામલે પોલીસ કમીટેડ છે અને માટે જ ગુજરાતમાં આવા નેટર્વકને સ્થાન ઓછુ કે નહીંવત જોવામાં આવે છે. ગુજરાત પોલીસે આ મામલે ફરી એકવાર ગર્વ અપાવતા ડ્રગ્સનો જથ્થો યુવાનોનાં લોહીમાં ભળે તે પૂર્વે જ પકડી પાડ્યો છે.
જી હા, અમદાવાદમાં ફરી એકવાર રૂ.34 લાખનાં ડ્રગ્સ કૌભાડનો પર્દાફાશ થયો છે. ગુજરાત પોલીસનાં સિનિયર ઓફિસર અજય તોમર સ્પે.સીપી ક્રાઇમબ્રાંચ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ક્રાઇમબ્રાંચે શાહઆલમમાંથી ડ્રગ્સ ઝડપ્યું છે. સાથે જ શાહપુરનાં ડ્રગ ડીલરની ધરપકડ પણ કરી લીધી છે. અત્યાર સુધીમાં આ મામલે કુલ 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.
વાત જાણે એમ છે કે, ડ્રગ્સ સાથે ગઇકાલે રાત્રે મુંબઇથી આવેલા 3 શખ્સની ધરપકડ કરી 342 ગ્રામ ડ્રગ્સનાં જથ્થાને પોલીસ દ્વારા સિઝ કરવામાં આવ્યો હતો. 34 લાખનાં આ ઝેરને ફેલાવવાનાં રેકેટમાં કોણ-કોણ સામેલ છે તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
