Not Set/ કેફે કોફી ડેના માલિક વી જી સિદ્ધાર્થ : ફોરેન્સિક અહેવાલમાં આપઘાતની સ્પષ્ટતા

કેફે કોફી ડે (સીસીડી) ના માલિક વીજી સિદ્ધાર્થના ફોરેન્સિક અહેવાલમાં તેમની આત્મહત્યાની સ્પષ્ટતા કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ સોમવારે આ માહિતી આપી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થના ફેફસામાં પાણી મળી આવ્યું છે અને તે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. મેંગ્લોર પોલીસ કમિશનર પી.એસ. હર્ષે કહ્યું કે, અમને એફએસએલ રિપોર્ટ મળ્યો છે. અને જેમાં તેમના […]

Top Stories India
1 shidhdharth કેફે કોફી ડેના માલિક વી જી સિદ્ધાર્થ : ફોરેન્સિક અહેવાલમાં આપઘાતની સ્પષ્ટતા

કેફે કોફી ડે (સીસીડી) ના માલિક વીજી સિદ્ધાર્થના ફોરેન્સિક અહેવાલમાં તેમની આત્મહત્યાની સ્પષ્ટતા કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ સોમવારે આ માહિતી આપી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થના ફેફસામાં પાણી મળી આવ્યું છે અને તે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. મેંગ્લોર પોલીસ કમિશનર પી.એસ. હર્ષે કહ્યું કે, અમને એફએસએલ રિપોર્ટ મળ્યો છે. અને જેમાં તેમના દ્વારા આત્મહત્યા કર્યા નો ઉલ્લેખ છે.

29 જુલાઈના રોજ સિદ્ધાર્થ ઘરેથી સકલેશપુર જવા માટે નીકળ્યા હતા. તેના ડ્રાઇવરને કાર મંગલુરુ તરફ લઈ જવા કહ્યું હતું. સિદ્ધાર્થની સકેલેશપુરમાં કોફી એસ્ટેટ છે.

નેત્રાવતી નદી ઉપરના ઉલ્લાલ પુલ પર, સિદ્ધાર્થ કારમાંથી નીચે ઉતરાયા અને  ડ્રાઇવરને પાછા આવવાની રાહ જોવા માટે કહ્યું હતું. લાંબા સમય સુધી પરત ન ફરતાં ડ્રાઇવરે તેમણે શોધવાની નાકામયાબ કોશિશ કરી હતી. અંતે તેણે સિધ્ધર્થ્ન ગુમ થયાની જાણકારી આપી. તેમનો મૃતદેહ બે દિવસ બાદ મળી આવ્યો હતો.

દરમિયાન, વય સંબંધિત બિમારીઓથી પીડાતા સિદ્ધાર્થના પિતા ગંગૈયા હેગડે (95) નું રવિવારે અવસાન થયું હતું. આત્મહત્યા કરતા થોડા દિવસો પહેલા સિદ્ધાર્થ તેના પિતાની મુલાકાત માટે હોસ્પિટલમાં ગયા હતા. તેના પિતા કોમામાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.