Not Set/ વિજયનગર સજ્જડ સ્વયંભુ બંધ, પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું

સાબરકાંઠા, સાબરકાંઠા જીલ્લાનું વિજયનગર સજ્જડ સ્વયંભુ બંધ કરાયુ હતુ. વિજયનગર નજીકના પોળોના જંગલને પ્રવાસન ધામમાં મુક્ત ત્યાં વિકાસ કરી પ્રવાસીઓ માટે સવલતો કરાઈ છે. ત્યારે નજીકમાં આવેલ વિજયનગરની પ્રજા વિકાસથી વંચિત છે. પ્રાથમિક જરૂરિયાત એવી ગટર બનાવાઈ છે પણ તંત્ર દ્વારા ગટર માટે ઓક્સીડેશન પોન્ડની અધુરી કામગીરી હોવાથી કોઈ ઉપયોગ કરી શકતું નથી. જેને લઈને […]

Top Stories Gujarat Trending
ss 13 વિજયનગર સજ્જડ સ્વયંભુ બંધ, પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું

સાબરકાંઠા,

સાબરકાંઠા જીલ્લાનું વિજયનગર સજ્જડ સ્વયંભુ બંધ કરાયુ હતુ. વિજયનગર નજીકના પોળોના જંગલને પ્રવાસન ધામમાં મુક્ત ત્યાં વિકાસ કરી પ્રવાસીઓ માટે સવલતો કરાઈ છે. ત્યારે નજીકમાં આવેલ વિજયનગરની પ્રજા વિકાસથી વંચિત છે.

પ્રાથમિક જરૂરિયાત એવી ગટર બનાવાઈ છે પણ તંત્ર દ્વારા ગટર માટે ઓક્સીડેશન પોન્ડની અધુરી કામગીરી હોવાથી કોઈ ઉપયોગ કરી શકતું નથી.

જેને લઈને વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આ પ્રશ્ન અંગે જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ વાતાઘાટો નિષ્ફળ નીવડી હતી અને ગ્રામ વિકાસ સમિતિએ બંધનું એલાન આપ્યું હતું.

ss 14 વિજયનગર સજ્જડ સ્વયંભુ બંધ, પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું

જેને લઈ સ્વયંભુ સજ્જડ બંધ રહ્યું હતું.તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતુ…ઉલ્લેખનિય છે કે વિજયનગરમાં વર્ષ ૨૦૧૧-૧૨ માં  લગભગ બે કરોડથી વધુનો ખર્ચ થવા પામ્યો હતો.

જોકે ગટરના પાણીના નિકાલનો અભાવ હોવાને કારણે ગટરનું પાણી રોડ પર ઉભરાય છે. તેમજ રોડ પણ તૂટી જવા પામ્યો છે. જેને લઈને વિજયનગરના નગરજનો રોષે ભરાયા હતા અને ગ્રામ વિકાસ સમિતિ રચીને રજૂઆત શરુ કરાઈ હતી.

પરંતુ કોઈ ઉકેલ નહિ આવતા અંતે બંધનું એલાન આપ્યું હતું. આ બંધ સજ્જડ છે પણ એસટી બસો કે પ્રવાસીઓને કોઈ કનડગત કરવામાં નહિ આવે તેવું પણ સમિતિ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું હતુ.