Murder/ ઘોર કળયુગનો ‘દિકરો’ જ પોતાની માતાનો બન્યો હત્યારો

વડોદરામાં શારીરિક લાચાર માતાને તેનાં જ કળયુગી પુત્રએ મોતને ઘાટ ઉતારી દઇ તેને સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કળિયુગે પુત્રએ માતાના કાળજે ઘારદાર કાચના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Gujarat Vadodara
a 438 ઘોર કળયુગનો 'દિકરો' જ પોતાની માતાનો બન્યો હત્યારો

@ અમિત ઠાકોર,  મંતવ્ય ન્યૂઝ – વડોદરા

શારીરિક લાચાર માતાનો સહારો બનવાને બદલે જુવાન પુત્ર માતાનો હત્યારો બન્યો છે. કાચનાં ટુકડાથી મોતને ઘાટ ઉતારી માતાની લાશને કચરામાં સળગાવવાનો પ્રયાસ કર્યો છે. કળયુગી પુત્રને પોલીસે ઝડપી લીધો છે.

વડોદરામાં શારીરિક લાચાર માતાને તેનાં જ કળયુગી પુત્રએ મોતને ઘાટ ઉતારી દઇ તેને સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કળિયુગે પુત્રએ માતાના કાળજે ઘારદાર કાચના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શારીરિક રીતે લાચાર વૃદ્ધ માતાનો સહારો બનવાને બદલે વડોદરામાં નસેડી પુત્ર તેનો હત્યારો બન્યો છે.વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકા નગર પાછળ અંબે નગરમાં રહેતા 28 વર્ષીય દિવ્યેશ સરદારસિંહ બારીયાના પિતાનુ 6 વર્ષ અગાઉ અવસાન થયુ હતુ. ત્યારથી જ તે તેની માતા ભીખીબેન સાથે રહેતો હતો.

વર્ષ 2011માં ભીખીબેનનો અકસ્માત થયો હતો. જેમાં તેમનો એક હાથ અને પગ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. ત્યારથી જ માતા પુત્રના સહારે જીવી રહીં હતી. દિવ્યેશ થોડા સમય અગાઉ ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો. જોકે નશો કરવાની લતે ચઢેલા દિવ્યેશની નોકરી છુટી જતા તે છુટ્ટક કામ કરવા લાગ્યો હતો.

સોમવારે મોડી રાત્રે દિવ્યેશએ કાચાના ટુકડા વડે તેની દિવ્યાંગ માતા ઉપર કાચના ટુકડો વડે છાતી અને પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. માતાની હત્યા કર્યા બાદ ઘરના બખોલામાંથી લાશને પાછળના ભાગે કચરાના ઢગલામાં ફેંકી હતી. ઘરની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં એકઠા થયેલા કચરામાં માતાની લાશને સળગાવી દીધી અને ત્યારબાદ ત્યાં જ ઉભા રહી “ૐ નમઃ શિવાય”ના જાપ કરી પરત ઘરે જતો રહ્યાં હતો.

દરમિયાન વહેલી સવારે મેદાનમાં અર્ધ બળેલી લાશ જોઇ આસપાસમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચતા તપાસનો દોર શરૂ થયો હતો. તેવામાં લાશની ઓળખ છતી થતા પોલીસ માતાના હત્યારા દિવ્યેશની અટકાયત કરી તેની પુછતાછ હાથ ધરી હતી.

આ ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે માતાની આ રીતે ઘાતકી હત્યા કરવા પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી પોલીસને જાણવા મળ્યું નથી. હત્યારો દિવ્યેશ નશાની લતે ચઢ્યો હોવાથી વારંવાર આ ક્રૃત્ય કરવા પાછળ પોલીસને ઉડાઉ જવાબ આપતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…