- બોટાદઃ જીવના જોખમે મોતની સવારી
- તુફાન ગાડી પર મોતની સવારી કરતો વીડિયો વાયરલ
- બરવાળા અમદાવાદ હાઇવે પરનો વીડિયો
- ગાડી પર જીવના જોખમે બેઠા છે લોકો
- હાઈવે પર બે ફામ ચાલી રહી છે તુફાન ગાડી
- વાહન વ્યવહાર વિભાગ,પોલીસની કામગીરી પર સવાલ
ગુજરતમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. વાહન ચાલકોની બેદરકારીના લીધે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવામાં બોટાદથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જણાવીએ કે, બોટાદમાં જીવના જોખમે મોતની સવારીનો વીડિયો વાયરલ થયો છે. બરવાળા અમદાવાદ હાઇવે પરનો તુફાની ગાડી પર મોતની સવારી કરતો વીડિયો વાયરલ થયો છે. ગાડી પર જીવના જોખમે લોકો બેઠા છે. હાઈવે પર તુફાન ગાડી બે ફામ ચાલી રહી છે. વાહન વ્યવહાર વિભાગ,પોલીસની કામગીરી પર સવાલ થયા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે. બોટાદમાં તુફાન ગાડીમાં જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે. બરવાળા-અમદાવાદ હાઈવે પરના આ વીડિયોમાં ગાડી પર ટૂ વ્હીલર રાખીને લોકો બેસી રહેલા નજરે પડી રહ્યા છે. લોકો જીવના જોખમે ગાડીની ઉપર ખીસોખીસ બેઠેલા જોવા મળી રહ્યા છે. ગાડી ઉપર જીવના જોખમે બેઠેલા લોકો અને બે ફામ ચાલી રહેલી તુફાન ગાડી હાઈવે પર જનારા લોકોના શ્વાસ પર અધ્ધર કરી દે તેવા દ્રશ્ય છે. આ વીડિયોને કારણે વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગ પર અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો:દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન આજે કોર્ટમાં થશે હાજર, જાણો EDએ શા માટે કરી ધરપકડ?
આ પણ વાંચો:ડ્રેગને આપી પાકિસ્તાનને ગર્ભિત ચીમકી,બાકીના લેણાની કરે ચૂકવણી નહીંતર 25 ચીની કંપનીઓ કામ કરશે બંધ
આ પણ વાંચો:LICનો નફો ચોથા ક્વાર્ટરમાં ઘટ્યો, ડિવિડન્ડની જાહેરાત