Not Set/ અમરેલી:ઓછો વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં પણ મંદી

અમરેલી, આ વર્ષે ઓછો વરસાદ પડતા જગતનો તાત ચારેકોરથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ઇંગોરાળા ગામના ખેડુની સ્થિતિ પણ ખુબજ દયનિય છે. ખેતરોમાં પાણી નથી. જેથી પાક સુકાવા લાગ્યો છે અને પાક સાવ નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત પૂરતી વીજળી ન મળતી હોવાને કારણે પણ ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી […]

Top Stories Gujarat Others
mantavya 389 અમરેલી:ઓછો વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં પણ મંદી

અમરેલી,

આ વર્ષે ઓછો વરસાદ પડતા જગતનો તાત ચારેકોરથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ઇંગોરાળા ગામના ખેડુની સ્થિતિ પણ ખુબજ દયનિય છે. ખેતરોમાં પાણી નથી. જેથી પાક સુકાવા લાગ્યો છે અને પાક સાવ નિષ્ફળ ગયો છે.

આ ઉપરાંત પૂરતી વીજળી ન મળતી હોવાને કારણે પણ ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરોમાં બચેલો પાક પણ રોઝ અને ભૂંડના ત્રાસથી નાશ પામી રહ્યો છે. તેમજ સરકાર દ્વારા ખાતરોના ભાવમાં પણ વધારો કરાયો છે. જેથી ખેડૂત ચારે તરફથી ઘેરાઈ ગયો છે..હાલ ગામડાઓમાં ખેતીમાં નુકશાન થતા ખેડૂત ચિંતામાં મુકાયો છે.

આ ઉપરાંત ઇંગોરાળા ગામમાં વિકાસના કામો પણ અટકી પડ્યા છે..સરકાર દ્વારા ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલ નંદઘર આંગણવાડી અને તળાવને ફરતે બનાવવામાં આવેલ સંરક્ષણ દીવાલનું પેમેન્ટ ન ચુકવતા સ્થાનિક રાજકારણની આંટીઘૂંટીમાં ગામનો વિકાસ પણ અટક્યો છે.

mantavya 390 અમરેલી:ઓછો વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં પણ મંદી

આ પૈસા ન અપાતા સરપંચ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેથી સરપંચની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.લોકોનો આક્ષેપ છે કે ભાજપની સરકાર છે તેથી કોંગ્રેસના ધારાસભ્યોના વિસ્તારોમાં કામ કરવામાં નથી આવતા.

સૌરાષ્ટ્રમાં ખેડૂતો ખેતીની સાથે-સાથે સુરત અને અમદાવાદ જેવા મહાનગરોમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. પરંતુ આ વર્ષે ત્યાં  પણ મંદીને કારણે ખોતપુરી શકાય તેમ નથી.

આ બાબતે સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થયો છે. કે દિવાળીથી સુરતથી ગામડે આવતા લોકોને કપાસ વીણવો નહી પડે પણ ખેંચવાનો છે. તે આજે સુરતથી આવતા યુવાનો કપાસના છોડો ખેંચાતા હોય જેથી આ મેસેજની સત્યતા સાબિત થઇ રહી છે.