દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સત્યેન્દ્ર જૈનની સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ધરપકડ કરી હતી. તેમની સામે ભ્રષ્ટાચાર અને હવાલા નેટવર્ક કેસમાં તપાસ ચાલી રહી હતી. આ મામલો વર્ષ 2017નો છે, જ્યારે CBIએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો.
સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન, EDને જાણવા મળ્યું હતું કે કોલકાતા સ્થિત શેલ કંપની દ્વારા, સત્યેન્દ્ર જૈન અને તેના સહયોગીઓની કંપનીઓમાં 4 કરોડ 81 લાખ રૂપિયાની રકમ ઉડાવી હતી.
સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ EDને કયા પુરાવા મળ્યા?
લગભગ 16 દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને આ કેસમાં કેટલાક પુરાવા મળ્યા હતા. આ પછી સત્યેન્દ્ર જૈનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પૂછપરછમાં સહકાર આપ્યો ન હતો. ખાસ કરીને તેમની કંપનીઓમાં 4 કરોડ 81 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા તેનો જવાબ તેઓ આપી શક્યા ન હતા. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.
મનીષ સિસોદિયાનો ભાજપ પર પ્રહાર
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ હિમાચલ પ્રદેશની ચૂંટણીથી ડરી રહી છે. સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી નકલી કેસ ચાલી રહ્યો છે. અત્યાર સુધી EDની ટીમે તેમને અનેક વખત સમન્સ પાઠવ્યા છે. થોડા સમય પછી, EDએ તેને ઘણા વર્ષો સુધી બોલાવવાનું બંધ કર્યું કારણ કે તેમની પાસે તેની સામે કંઈ જ નહોતું. હવે, સત્યેન્દ્ર જૈન હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રભારી હોવાથી ફરી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: દેશમાં આંશિક વધારા સાથે આજે કોરોનાના 2,338 કેસ,19 દર્દીઓના મોત
