Surat News/ દક્ષિણ ગુજરાત બનશે ‘ગ્રોથ એન્જિન’! CM ભૂપેન્દ્ર પટેલે SER માટે ₹1185 કરોડના પ્રોજેક્ટ્સને આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓના વિકાસ માટે સુરત (Surat) ઈકોનોમિક રિજિયન (SER) અંતર્ગત ₹1185 કરોડના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો મંજૂર કર્યા છે.

Gujarat Top Stories Surat
CM Bhupendra Patel Surat Economic Region

CM Bhupendra Patel Surat Economic Region: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને નવી ગતિ આપી છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે રચવામાં આવેલી સંસ્થા ‘ગ્રીટ’ (GRIT) દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર પ્લાન અંતર્ગત, મુખ્યમંત્રીએ સુરત ઈકોનોમિક રિજિયન (SER) માટે સૌ પ્રથમ ₹1185 કરોડના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કામો મંજૂર કર્યા છે.

શું છે Surat ઈકોનોમિક રિજિયન (SER)?

SER (South Eastern Region) યોજનામાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી અને ડાંગ એમ કુલ 6 મહત્વના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ આર્થિક વિકાસમાં હાલ 35 ટકાથી વધુનું જંગી યોગદાન આપતા આ વિસ્તારોમાં, નવા રોડ નેટવર્કનું નિર્માણ થવાથી વિકાસની રફ્તારમાં મોટો ઉછાળો આવશે. આ પ્રોજેક્ટના વ્યાપની આંકડાકીય વિગતો જોઈએ તો, સરકાર દ્વારા કુલ ₹1185 કરોડના માતબર ખર્ચે 383 કિલોમીટરની લંબાઈ ધરાવતા 24 જેટલા મહત્વના રોડ કામોને મંજૂરી આપવામાં આવી છે.

CM Bhupendra Patel Surat Economic Region

આ પ્રોજેક્ટથી સામાન્ય જનતા અને ઉદ્યોગોને શું ફાયદો થશે?

ઔદ્યોગિક ક્રાંતિના આ નવા અધ્યાયમાં ટેક્સટાઇલ, કેમિકલ્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની સાથે સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઇડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રોને પણ જબરદસ્ત વેગ મળશે, જેમાં હજીરા પોર્ટ અને વિવિધ GIDC વિસ્તારોની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

આ સાથે જ કૃષિ વિકાસને પણ નવી દિશા મળશે, કારણ કે ખેડૂતો પોતાની ખેત પેદાશોને સુગર ફેક્ટરી અને ડેરી ઉદ્યોગ સુધી ઝડપથી પહોંચાડી શકશે, જેનાથી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના પાકોને વ્યાપક બજાર મળી રહેશે. પ્રવાસન ક્ષેત્રે પણ મોટો ઉછાળો આવશે, કેમ કે સાપુતારા, વિલ્સન હિલ, શબરીધામ અને સંજાણ જેવા પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ પહોંચવું હવે પ્રવાસીઓ માટે અત્યંત સરળ અને સુગમ બની જશે. આ માળખાકીય સુવિધાઓના વિકાસને કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં જે સુધારો થશે, તેનાથી લાખો યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીના વિપુલ અવસરો ઊભા થશે.

‘જે કહેવું તે કરવું’ – CM ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ

મુખ્યમંત્રીએ ખૂબ જ ટૂંકા સમયમાં રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરાવીને અમલી પણ કરી દીધો છે. આ આયોજનથી લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે અને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, જેનો સીધો લાભ રાજ્યની તિજોરી અને સામાન્ય નાગરિકને મળશે.

વિકસિત ગુજરાત @2047 ના લક્ષ્યને હાંસલ કરવા માટે SER ને એક ‘સ્ટ્રેટેજિક ગ્રોથ એન્જિન’ તરીકે વિકસાવવાની આ દિશામાં આ એક અત્યંત મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.


આ પણ વાંચો: વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા સરપંચોને મુખ્યમંત્રીનું આહ્વાન

આ પણ વાંચો: કામરેજમાં ‘સુરક્ષિત બાળક: સુવિકસિત ભારત’ ઝોનલ વર્કશોપ યોજાયો

આ પણ વાંચો: નવી દિલ્હીમાં ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’માં ગુજરાતના 76 યુવાનો