Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઈ વિરોધનો વંટોળ : આદિવાસીઓએ આપ્યુ બંધનું એલાન

ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના આસપાસના વિસ્તારના આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ કરવાની તૈયારીના લાગ્યા છે. વાલિયાની સીલુડી ચોકડી નજીક લગાવાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો પર કાળી શાહી લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારોમાં સ્ટેચ્યુ ઓફ […]

Top Stories Gujarat Others
NRM SOU સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઈ વિરોધનો વંટોળ : આદિવાસીઓએ આપ્યુ બંધનું એલાન

ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના આસપાસના વિસ્તારના આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ કરવાની તૈયારીના લાગ્યા છે.

વાલિયાની સીલુડી ચોકડી નજીક લગાવાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો પર કાળી શાહી લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

NMR SOU e1540728748219 સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઈ વિરોધનો વંટોળ : આદિવાસીઓએ આપ્યુ બંધનું એલાન

કેવડીયા ખાતે નિર્માણ પામેલા સરદાર પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટનાં કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે. તેવા આક્ષેપ સાથે આદિવાસી વિસ્તારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અને લોકાર્પણનાં દિવસે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન પણ સ્થાનિક અગ્રણીઓએ જાહેર કર્યું છે.

ત્યારે વાલિયાની સીલુડી ચોકડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહ અંતર્ગત લગાવવામાં આવેલ બેનરને નુકશાન પહોચાડવામાં આવ્યું હતું. કોઈક ઇસમોએ બેનરમાં રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

આ અગાઉ નર્મદા જિલ્લામાં અનેક સ્થળોએ બેનર ફાડવાના પણ બનાવ પ્રકાશમાં આવી ચુક્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા 31મી ઓક્ટબરનાં રોજ નર્મદા બંધનું એલાન પણ આપ્યું છે.