Politics/ દિવંગત રામ વિલાસ પાસવાનની જન્મ જયંતિએ ચિરાગ પાસવાને કર્યુ આશીર્વાદ યાત્રાનું આયોજન

આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાન અને એલજેપીનાં સ્થાપક રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ છે. આ પ્રસંગે ચિરાગ પાસવાન તેમના પિતાનાં સંસદીય મત વિસ્તાર હાજીપુરથી આશીર્વાદ યાત્રાની શરૂઆત કરશે.

Top Stories India

આજે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ની સ્થાપના કરનાર દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ છે. આ પ્રસંગે એલજેપીનાં સાંસદ અને પુત્ર ચિરાગ પાસવાનને તેમના પિતા રામ વિલાસ પાસવાનની યાદ આવી છે. ચિરાગ પાસવાને તેમના પિતા સાથેની તસવીરો પણ શેર કરી છે, જેમાં તેમની માતા પણ જોવા મળી રહી છે. ચિરાગ પાસવાને પિતા રામવિલાસને યાદ કરતાં કહ્યું કે, તમારી ખૂબ જ યાદ આવે છે. આ દરમ્યાન ચિરાગ પાસવાને પાર્ટીનો ઉલ્લેખ કર્યા વગર પણ એલજેપીમાં ચાલી રહેલા સંકટ વિશે ઘણું કહ્યું છે.

મોંઘવારીની માર / સામાન્ય જનતાની તૂટી કમર, આજે ફરી પેટ્રોલનાં ભાવમાં થયો ભડકો

લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નાં નિયંત્રણને લઇને કાકા પશુપતિ કુમાર પારસ સાથેનાં ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાન આજે (05 જુલાઇ) બિહારમાં એક રોડ શો કરશે. જેને ‘આશીર્વાદ યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાન અને એલજેપીનાં સ્થાપક રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ છે. આ પ્રસંગે ચિરાગ પાસવાન તેમના પિતાનાં સંસદીય મત વિસ્તાર હાજીપુરથી આશીર્વાદ યાત્રાની શરૂઆત કરશે. રામવિલાસ પાસવાને 1977 થી આઠ વખત આ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. પિતાની જન્મજયંતિ નિમિત્તે ચિરાગ પાસવાને ટ્વીટ કર્યું છે. ચિરાગે લખ્યું છે કે, ‘તમારો જ દિકરો છું, હાર નહીં માનું.’

સંબોધન / PM મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવને કરશે સંબોધન, પોતાના મંતવ્ય રજૂ કરશે

ચિરાગ પાસવાને રવિવારે (04 જુલાઇ) કહ્યું, “મારા પિતાની જન્મજયંતિની ઉજવણી માટે અમારો દિલ્હીમાં એક નાનો કાર્યક્રમ છે અને તે પછી હું પટના રવાના થઈશ. અને એરપોર્ટથી સીધો હાજીપુર જઇશ.” ચિરાગ પાસવાને કહ્યું, ‘લોકોનો આશીર્વાદ મેળવવા હું’ આશીર્વાદ યાત્રા ‘યોજી રહ્યો છું. હાજીપુરમાં દરેક જાણે છે કે મારા પિતા હાજીપુરની જનતા પ્રત્યે કેટલા ઉત્સાહી હતા. હું પ્રવાસ શરૂ કરવા માટે તેમના આશીર્વાદ માંગું છું.”

મોટું નિવેદન / દેશમાં રહેતા તમામ ભારતીઓનાં ‘DNA’ એકઃ મોહન ભાગવત

ચિરાગ પાસવાને કહ્યું કે, “હું મારા રાજ્ય બિહાર માટે જે કંઇ પણ કરી શકુ છુ, તે કરવા માટે હું મારા પિતાની કર્મભૂમિ પર રહીશ. મેં વિધાનસભાની ચૂંટણી વખતે પણ બિહાર માટે પોતાનો દ્રષ્ટિકોણ લોકોનાં સામે રાખ્યો હતો, સીટો ન મળવા છતા સારી પ્રતિક્રિયા મળી હતી, અને હું તેમ કરવાનું ચાલુ રાખીશ.”