Not Set/ સામાન્ય જનતાની તૂટી કમર, આજે ફરી પેટ્રોલનાં ભાવમાં થયો ભડકો

બહોત હુઇ જનતા પર પેટ્રોલ-ડીઝલ કી માર, અબકી બાર મોદી સરકાર, આ સ્લોગન સાથે આવેલી મોદી સરકારનાં રાજમાં આજેે પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે.

Mantavya Exclusive
  • દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો
  • પેટ્રોલમાં પ્રતિ લીટર 33 પૈસાનો વધારો
  • મધ્યપ્રદેશ, સિક્કિમમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
  • દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર 100 રૂપિયાની નજીક
  • વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેલર 75 ડોલર
  • પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી જનતા ત્રસ્ત

દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલનાં ભાવમાં આજે વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. જો કે ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ લિટર દીઠ 100 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં વધારા પછી હવે ભાવ પ્રતિ લિટર 99.86 રૂપિયા થઈ ગયા છે. વળી દિલ્હીમાં ડીઝલની કિંમત 89.36 રૂપિયા પ્રતિ લિટર છે. રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આજે લિટર દીઠ 111 રૂપિયાને પાર કરી ગયો છે. ત્યારે હવે આ મોંઘવારીએ લોકોનું બઝેટ પૂરી રીતે હલાવી દીધુ છે.

સંબોધન / PM મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવને કરશે સંબોધન, પોતાના મંતવ્ય રજૂ કરશે

આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે. મોંઘવારીનાં સાપે લોકોને એવો ડંખખ માર્યો છે કે હવે સામાન્ય જનતા 2014 પહેલા જે વિપક્ષ મોટા મોટા દાવા કરીને સત્તા સુધી પહોંચી ગયુ તેને યાદ કરે છે. ‘બહોત હુઇ જનતા પર પેટ્રોલ-ડીઝલ કી માર, અબકી બાર મોદી સરકાર’, આ સ્લોગન સાથે આવેલી મોદી સરકારનાં રાજમાં આજેે પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. 2014 પહેલા જે નેતાઓ પેટ્રોલ અને ડીઝલનાં સામાન્ય ભાવ વધારાથી રસ્તા પર આવીનેે પ્રદર્શન કરતા હતા, ધરણા કરતા હતા, આજે તેમના હાથમાં સત્તા છે, તેમ છતા તેઓ મૌન ધારણ કરીને સામાન્ય જનતાને મોંઘવારીની માર સહન કરવા મજબૂર કરી દીધા છે. કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે, એક વર્ષમાં 6 મહિનાથી વધુ સમય માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે સમયે લોકોની રોજગાર છીનવી લીધી હતી, જ્યારે ઉદ્યોગપતિઓની હાલત નબળી પડી હતી.

આવી સ્થિતિમાં દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની જંગી રીતે વધી રહેલી કિંમતોએ કરોડો લોકો પર ડબલ હુમલો કર્યો છે. એક તરફ રોજગાર નથી અને બીજી તરફ મોંઘવારી વધી રહી છે. દિલ્હી-એનસીઆરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયા સુધી પહોંચવા આવ્યો છે. હવે તો સામાન્ય જનતાને પેટ્રોલ પંપ પર ચાલતકા આંકડા પણ ડરાવી રહ્યા છે. સોમવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો હતો, જેના કારણે દિલ્હીમાં પેટ્રોલ 99.86 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 89.36 રૂપિયા પહોંચી ગયુ છે.

મોટું નિવેદન / દેશમાં રહેતા તમામ ભારતીઓનાં ‘DNA’ એકઃ મોહન ભાગવત

દેશભરની સરકારી ઓઇલ કંપનીઓએ ગઈકાલે (રવિવારે) એટલે કે 04 જુલાઇએ પેટ્રોલનાં ભાવમાં 35 પૈસા વધારો કર્યો હતો, જ્યારે ડીઝલ 18 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું હતું. વળી અગાઉ 2 જુલાઈએ પેટ્રોલનાં દરમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલનાં દર સ્થિર હતા. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનામાં પેટ્રોલની કિંમતમાં 34 ગણો અને ડીઝલનાં ભાવમાં 33 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.

તમારા શહેરનાં દૈનિક પેટ્રોલ-ડીઝલનાં ભાવને જાણવું ખૂબ જ સરળ છે, નવીનતમ દર તપાસના માટે ઘરથી નિકળતા પહેલાા વાહનન ચાલક પેટ્રોલ-ડીઝલનાં રોજનાં રેટ SMS નાં માધ્યમથી જાણી શકે છે. તેના માટે ઈન્ડિયન ઓઇલ અથવા કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પમ્પનો કોડ લખીને તેને 9224992249 નંબર પર મોકલો. વળી બીપીસીએલનાં ગ્રાહકો RSP લખીને અને તેને 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. વળી, એચપીસીએલનાં ગ્રાહકો HPPrice લખીને અને 9222201122 નંબર પર એસએમએસ મોકલીને નવી કિંમત જાણી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…