Not Set/ ત્રિપલ તલાક મુદ્દે અખિલેશ યાદવનાં કાન ખેંચતા જોવા મળ્યા મીનાક્ષી લેખી

લોકસભામાં આજે ત્રિપલ તલાક બિલને લઇને ચર્ચા થઇ હતી. આ બિલમાં ત્રિપલ તલાકને ગેર કાયદેસર બનાવતા 3 વર્ષની સજા અને દંડનો પ્રાવધાન કરવામા આવ્યો છે. લોકસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખી વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી હતી. મીનાક્ષી લેખીએ યુપીમાં ત્રિપલ તલાકનાં વધી રહેલા […]

India

લોકસભામાં આજે ત્રિપલ તલાક બિલને લઇને ચર્ચા થઇ હતી. આ બિલમાં ત્રિપલ તલાકને ગેર કાયદેસર બનાવતા 3 વર્ષની સજા અને દંડનો પ્રાવધાન કરવામા આવ્યો છે. લોકસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખી વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી હતી. મીનાક્ષી લેખીએ યુપીમાં ત્રિપલ તલાકનાં વધી રહેલા મામલા માટે અખિલેશ સરકારને જવાબદાર ગણાવતા કહ્યુ કે, “તમારી સરકારમાં શરિયા અદાલત ચાલતી રહી અને તેના કારણે આવા કેસોને પ્રોત્સાહન મળ્યુ. જો અખિલેશે શરિયા અદાલત બંધ કરી દીધા હોત તો મહિલાઓની સાથે અન્યાય ન થયા હોત, કેવા પ્રકારનાં મુખ્યમંત્રી છે આ.”

મીનાક્ષી દ્વારા આ પ્રકારનો જવાબ આપ્યા બાદ અખિલેશે પોતાની વાત કહેવાની પરવાનગી માંગી, પણ તેમને અધ્યક્ષ વતી મંજૂરી ન મળી. ભાજપનાં સાંસદ અનુરાગ ઠાકુરે તેના પર કહ્યું હતું કે, અખિલેશ એક વરિષ્ઠ સભ્ય છે અને તેને મહિલા સાંસદ સાથે વાર્તાલાભ કરતા ન રોકવું જોઇએ, પરંતુ તેનો સમય આવે તેની રાહ જોવી જોઈએ. અગાઉ, મીનાક્ષીએ જણાવ્યું હતું કે, એક ધાર્મિક દેશમાં ધર્મનિરપેક્ષ રાજ્ય બનાવવું તે નેહરુની જેમ જ વડા પ્રધાન મોદી માટે સૌથી મોટી સમસ્યા છે. તેમણે કહ્યું હતું કે ધાર્મિક કાયદા ખોટા છે અને તે વિચારસરણીને ઠીક કરવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.