Not Set/ અમેરીકામાં ઇમરાનનાં ખુલાસાઓ બાદ, હવે દાઉદ મામલે મોટો ખુલાસો આવ્યો સામે

ભારતનાં મોસ્ટ વોન્ટેડોની યાદીમાં છે એવી અનેક વ્યક્તિઓ પાકિસ્તાનમાં શરણું લઇ, લપાઇને બેઠી છે અને પાકિસ્તાન વારંવાર અનેક પુરાવા આપવા છતા કાયમ માટે એક જ નનૈયાનો રાગા રેલાવતું આવ્યું છે.  પાકિસ્તાનને પણ ખબર છે ભારતને અને વિશ્વભરને હકીકતો ખબર છે પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાથી ભારતનાં હાથ બંધાયેલા છે તે વિડંબના છે. તમામ હકીકતો વચ્ચે પાકિસ્તાનના વઝીરે […]

Top Stories World

ભારતનાં મોસ્ટ વોન્ટેડોની યાદીમાં છે એવી અનેક વ્યક્તિઓ પાકિસ્તાનમાં શરણું લઇ, લપાઇને બેઠી છે અને પાકિસ્તાન વારંવાર અનેક પુરાવા આપવા છતા કાયમ માટે એક જ નનૈયાનો રાગા રેલાવતું આવ્યું છે.  પાકિસ્તાનને પણ ખબર છે ભારતને અને વિશ્વભરને હકીકતો ખબર છે પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાથી ભારતનાં હાથ બંધાયેલા છે તે વિડંબના છે. તમામ હકીકતો વચ્ચે પાકિસ્તાનના વઝીરે આઝમે ઘણા મહત્વનાં ઘટસ્ફોટો કરી નાખ્યા અને અનેક હકીકતોને ઉજાગર કરી નાખી છે, ત્યારે ફરી પાકિસ્તાનનું જુઠાણું પકડાય ગયુ હોય તેવો ખુલાસો સામે આવ્યો છે.

આ ખુલાસો છે વધુ એક ભારતનાં મોસ્ટ વોન્ટેડ એવા અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ વિશેનો, દાઉદ નામનું ભૂત ફરી ત્યારે ઘણ ઘણ્યું જ્યારે તેના જ ભત્રીજા દ્વારા આ સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો. 1993માં મુંબઇ શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટો સહિતનાં અનેક ગુનાઓમાં સામેલ દાઉદ ઇબ્રાહીમ, હાલ પાકિસ્તાનમાં છે અને ત્યાંથી જ પોતાનું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે.

દાઉદ આજે પણ પાકિસ્તાનમાં

દાઉદ ઇબ્રાહીમનાં ભત્રીજા રિઝવાન કાસકરે દાઉદને લઇને આ મોટો ખુલાસો કર્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ દ્વારા કરાયેલી પુછપરછમાં રિઝવાન કાસકરે ચોંકાવનારી વિગતો આપી હોવાનું સુત્રો દ્વારા જણાવામાં આવી રહ્યા છે. રિઝવાનના  જણાવ્યા અનુસાર, દાઉદ આજે પણ પાકિસ્તાનમાં ઉચ્ચ અધિકારીઓ  સાથે ગાઢ સંબંધો ધરાવે છે. અને હાઇ સીકયોરીટીમાં ISI, પાકિસ્તાન આર્મીના કમાન્ડો અને પ્રાઇવેટ સીકયોરીટી ગાડર્સનાં રક્ષણમાં આરામથી રહે છે.

 

દાઉદની પત્ની મેહજબીન મુંબઇમાં પોતાના સંબંધીઓ સાથે

રિઝવાને જણાવ્યું કે, દાઉદની પત્ની મેહજબીન મુંબઇમાં પોતાના સંબંધીઓ સાથે આજે પણ સુરક્ષિત રીતે અને બેરોકટોક ટેલીફોન  લાઇન પર વાતચીત કરતી રહે છે. પુછપરછમાં ગુપ્તચર એજન્સીઓને એ પણ જાણવા મળ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદીન અને લશ્કર એ તોયબા જેવા આતંકી સંગઠનોના આકાઓ સાથે પણ દાઉદ સતત સંપર્કમાં છે. અને ભારતમાં કરવામાં આવતી અનેક ભાંગફોળ અને આતંકી પ્રવૃતીમાં પોતાનાં પૈસા અને નેટવર્કની મદદ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.