Pride/ રાજકોટના આ રઘુવંશી ઉદ્યોગપતિએ ખરીદી શ્રીલંકાની કોલંબો પ્રીમિયર લીગની ક્રિકેટ ટીમની હિસ્સેદારી

મૂળ રાજકોટમાં જન્મેલા અને હાલ દુબઇમાં સ્થાયી થયેલા એવા લોહાણા વેપારી પ્રિતેશભાઇ અનડકટ એ શ્રીલંકા કોલંબો ક્રિકેટ ટીમની 50 ટકા હિસ્સેદારી ખરીદી લેતા તેઓએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Gujarat
anadkat 2 રાજકોટના આ રઘુવંશી ઉદ્યોગપતિએ ખરીદી શ્રીલંકાની કોલંબો પ્રીમિયર લીગની ક્રિકેટ ટીમની હિસ્સેદારી

મૂળ રાજકોટમાં જન્મેલા અને હાલ દુબઇમાં સ્થાયી થયેલા એવા લોહાણા વેપારી પ્રિતેશભાઇ અનડકટ એ શ્રીલંકા કોલંબો ક્રિકેટ ટીમની 50 ટકા હિસ્સેદારી ખરીદી લેતા તેઓએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. પ્રિતેશભાઇની આ સિદ્ધિ વિશે રઘુવંશી સમાજને જાણ થતાં સમગ્ર રાજ્ય સહિત દેશ-વિદેશમાં વસતા રઘુવંશીઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Covid-19: SBI બેકમાં કોરોના વિસ્ફોટ, એક સાથે અધધધ કર્મચારી સંક્રમિત

આ અંગે વધુમાં પ્રિતેશભાઇ અનડકટ એ જણાવ્યું હતું કે શ્રીલંકા પ્રીમિયર લીગની બહુચર્ચિત કોલંબો ક્રિકેટ ટીમની 50 ટકા હિસ્સેદારી તેઓએ ખરીદી છે, જેના ડોક્યુમેન્ટની તમામ પ્રક્રિયાઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રિતેશભાઇ અનડકટ એ થોડા વર્ષો પહેલા રાજકોટ થી દૂબઇ સ્થાયી થયા છે જ્યાં ટૂંકા ગાળામાં તેમણે વ્યવસાય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરીને રાજકોટનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ફરી એક વખત તેમણે રાજકોટનું નામ વિશ્વ સ્તરે ગુંજતું કર્યું છે.

Crime: “અપને મામા કા રેલવેમે મસ્ત સેટિંગ હે, વો કરા દેંગે તેરી ટિકિટ…” યુવક છેતરાયો

એ બાબતે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા તેમણે દુબઈ ખાતે રોયલ પ્રીમિયર લીગના નામથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. તેમજ આગામી 26 માર્ચથી 10 એપ્રિલ સુધી A20 નામથી દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય ટુર્નામેન્ટ નું પણ આયોજન કર્યું છે.કોલંબો ટીમમાં પ્રિતેશભાઇ અનડકટ દ્વારા હિસ્સેદારી ખરીદી કરવામાં આવતાં સમગ્ર રાજ્યમાંથી તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

Election: લો કરો વાત…અમદાવાદ કોંગ્રેસમાં આ વોર્ડમાં કાર્યકરોએ પ્રભારીની કરી ધોલાઇ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…