Political/ ‘અમે બે, અમારા બે’ ફોર્મ્યુલા સાથે PM કરી રહ્યા છે કોર્પોરેટને મદદ: રાહુલ ગાંધી

ગુરુવારે લોકસભામાં બોલતા કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોનાં મુદ્દા પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

India
PICTURE 4 141 'અમે બે, અમારા બે' ફોર્મ્યુલા સાથે PM કરી રહ્યા છે કોર્પોરેટને મદદ: રાહુલ ગાંધી

ગુરુવારે લોકસભામાં બોલતા કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોનાં મુદ્દા પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્ર સરકારનાં નવા કાયદાઓ અંગે રાહુલે કહ્યું કે, આ બંને મૂડીવાદીઓનાં ફાયદા માટે સંપૂર્ણ રીતે લાવવામાં આવ્યુ છે. રાહુલે કહ્યું કે, આ સરકાર ‘હમ દો હમારી દો’ માટે કરવામાં આવી રહ્યુ છે. બે લોકો સરકારમાં છે અને બે તેના ઉદ્યોગપતિ મિત્રો છે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાનની ટીકા કરતા રાહુલે કહ્યું, ‘એક સમયે હમ દો, હમારે દો’ નો ક્યૂટ લોગો હતો, જેમાં સુંદર, મોટા-મોટા ચહેરાઓ હતા. હવે દેશમાં બધુ જ ‘હમ દો, હમારે દો’ માટે કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યું કે, આજે ચાર લોકો દેશ ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન અને રોજગારનાં મુદ્દે પણ સરકાર પર સવાલો ઉભા કર્યા હતા. રાહુલે કહ્યું કે, આજે આપણો દેશ રોજગાર પેદા કરી શકતો નથી, તે આવતીકાલે પણ કરી શકશે નહીં, કેમ કે તમે (કેન્દ્ર સરકાર) દેશની કરોડરજ્જુને તોડી નાખી છે… તે ખેડૂતોનો નહી પરંતુ દેશનું આંદોલન છે, જેને ખેડૂતો ફક્ત રસ્તો બતાવી રહ્યા છે, અંધારામાં ફ્લેશલાઇટ બતાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું, “એક સમયે કુટુંબિક યોજના બનાવવાની જાહેરાત આવતી, જેમાં હમ દો હમારે દો લખેલુ હતુ.” હવે દેશમાં ‘હમ દો, હમારે દો ચાલી રહ્યુ છે. રાહુલે કહ્યું કે, કૃષિ કાયદા દ્વારા સરકાર દેશનાં ખેડૂતનાં પૈસા બે લોકોનાં ખિસ્સામાં મૂકવા માંગી રહી છે. ભાજપનાં નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર પર નિશાનો સાધતા તેમણે કહ્યું કે, નોટબંધી, GST અને તાજેતરનાં ખેડૂતોનાં કાયદાનાં રૂપમાં આ સિદ્ધાંત આપણી સમક્ષ આવ્યો છે, જેની સામે દેશભરનાં ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે.

Election / પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને કર્યા સસ્પેન્ડ

Cheating / પુનામાં એક નહીં નવ-નવ લુટેરી દુલ્હન ઝડપાઈ,50 પરિવારો સાથે લગ્નના નામે આચરી છેતરપિંડી

Political / એકવાર ફરી વિફર્યા રાહુલ ગાંધી, કહ્યુ- જવાનોની શહાદતનું સરકાર કેમ કરી રહી છે અપમાન?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ