Zaghadia/ ઈન્દોરથી વાસણાનાં રસ્તા પર ચાલતી ઓવરલોડ ટ્રકોથી સ્થાનીકો ત્રાહીમામ, રસ્તા પર ઉતરી આવી કર્યો વિરોધ…

ઝગડીયા તાલુકાના વાસણા ગામે ચાલતી લીઝોમાંથી રેતી ભરાતી ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી પસાર થાય છે માટે સ્થાનિકો રહેવાસી રોષે ભરાયા હતા. લીજો માટે બાયપાસ રસ્તો

Gujarat Others
zaghadiya.JPG2 ઈન્દોરથી વાસણાનાં રસ્તા પર ચાલતી ઓવરલોડ ટ્રકોથી સ્થાનીકો ત્રાહીમામ, રસ્તા પર ઉતરી આવી કર્યો વિરોધ...

ઝગડીયા તાલુકાના વાસણા ગામે ચાલતી લીઝોમાંથી રેતી ભરાતી ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી પસાર થાય છે માટે સ્થાનિકો રહેવાસી રોષે ભરાયા હતા. લીજો માટે બાયપાસ રસ્તો હોવા છતાં ગામમાંથી ઓવરલોડ ટ્રકો કાઢવામાં આવે છે. જેથી ઈન્દોર ગામના સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ ઇન્દોર ગામના નાગરિકોએ ઓવરલોડ ભરેલ રોયલ્ટી વગરની ટ્રકો રોકી હતી.

ઝઘડીયા તાલુકાના ઈન્દોરથી વાસણા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયાછે, વાસણા તેમજ પાણેથા ગામે મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન થઇ રહ્યો છે મોતાપાતે રોયાલ્ટી પાસ વગર ઓવરલોડ ટ્રકોથી રેતીનુ વહન કરવામા આવે છે. જેથી આ રસ્તા પરની પીવા ના પાણી ની પાઇપ લાઇન મા ડ્રેનેજ લાઈ નું પાણી મિક્સ થઈ જવા થી પીવાનું પાણી પર ગંદુ આવે છે. તેવા આક્ષેપ ગામ જનો કરી રહ્યા છે અને ગંદુ પાણી જાહેર રસ્તા પર વહેતા કાદવ કીચડથી જેનાથી લોકોને બિમારીનો ભોગ બનવુ પડે છે તેમજ ઈન્દોરથી વાસણા સુધીના રસ્તા પર કેટલાક ધાર્મિક સ્થળ પણ આવેલા છે.

જેમ કે મંદિર દરગાહ અને આગણવાડી પણ આજ રસ્તે આવેલ હોય જેથી ગામ જનોને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે. અને ખેડુતોના ખેતરો આવેલા છે તેમા પણ ધુળ ઉડવાના કારણે પાકને મોટા પાએ નુકસાન થાય છે. વાસણામાં ચાલતી લીઝોના બાયપાસ રસ્તો હોવા છતાં ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી કાઢવામાં આવે છે. જેથી ઇન્દોર ના ગ્રામજનો રોષે ભરાયાં હતાં અને ગ્રામજનો વારંવાર ખાણખનીજ વિભાગ ભરૂચ કલેકટર ઝઘડિયાને રજુઆતો કરવા છતા પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતુ નથી. આ સમસ્યા નું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો ગ્રામ જનો ઉગ્ર આંદોલન કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…