પંચમહાલ/ હાલોલની ટોટો કંપનીના કામદારો અને સંચાલકો વચ્ચે વિવાદ વકર્યો,જાણો શું છે કારણ

હાલોલ જી.આઈ.ડી.સીમાં આવેલ ટોટો કંપનીનાં 600 થી વધારે કામદારો પોતાની માંગણીઓને લઈને કંપનીની બહાર બેઠેલાં જોવા મળ્યાં હતા.

Gujarat Others
YouTube Thumbnail 15 હાલોલની ટોટો કંપનીના કામદારો અને સંચાલકો વચ્ચે વિવાદ વકર્યો,જાણો શું છે કારણ

Panchmahal News:પંચમહાલ જિલ્લાની હાલોલ જી.આઈ.ડી.સીમાં આવેલ ટોટો કંપનીનાં 600 થી વધારે કામદારો પોતાની માંગણીઓને લઈને કંપનીની બહાર બેઠેલાં જોવા મળ્યાં હતા.કામદરોનાં જણાવ્યા અનુસાર 15 ઓગષ્ટ 2023 થી તેમને પોતાનાં હકો માટેની લડત યુનિયન દ્ધારા શરૂ કરી હતી.

જેમાં બોનસ,પગાર વધારો, ટ્રાન્સફરની સુવિધાઓની માંગણી કરેલ છે.જેમાં અત્યારસુધી કોઈ નિર્ણય નહિ આવતાં ટોટો કંપનીની બહાર બધાં જ કામદારો જોવા મળ્યાં હતાં. મોટા ભાગના કામદારોને કામ કરતાં કરતાં  કમરની પણ તકલીફ ઉભી થઈ હોવાનું જણાવ્યું હતું.આ કામદારોના જણાવ્યા મુજબ તા-31-1-2024નાં રોજ બીજી પાળીથી કામ ઉપર જવા તૈયાર હતાં પરંતુ કંપની દ્વારા બાંહેધરી પત્રક લખીને કામ ઉપર જવાનું કહેતાં તેમને આ અસ્વીકાર કર્યો હતો અને 600 થી વધારે કામદારો કંપનીની બહાર જોવા મળ્યાં હતાં.જેને લઈ કંપની દ્વારા પોલીસ સ્ટાફ પણ કંપનીનાં ગેટ ઉપર વહેલી સવારથી બોલાવી દેવામાં આવ્યો હતો. તો હવે જોવાનું રહ્યું કે આ કામદારોની માંગણીઓ કંપની દ્વારા સ્વીકારવામાં આવશે કે નહીં?

સોમવારે જનરલ શિફ્ટના બીજા 400 જેટલા કામદારો દ્વારા બાંહેધરી પત્ર વગર પ્રવેશવા જતા કંપનીના સુરક્ષા ગાર્ડએ અટકાવતા કંપનીમાં પ્રવેશ ન મળતા 600 ઉપરાંત કામદારો કંપની ગેટ બહાર બેસી ગયા હતાં. કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લેતા કંપનીના ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કામદારોના કંપની સામે લેબરકોટમાં ચાલી રહેલા બોનસ સહિતના અનેક પ્રશ્નોની તારીખોમાં કંપની ગેરહાજર રહેતા કામદારો દ્વારા યુનિયન બનાવી લડત લડતા કંપનીએ 13 જેટલા આગેવાન કામદારોને કંપનીમાંથી કાઢી મુકતા મામલો ગરમાયો હોવાનું કામદારો એ જણાવ્યું છે.

યુનિયનમાં જોડાતા કંપની દ્વારા ટોર્ચરિંગ ચાલુ કરવામાં આવ્યું અમને કાગળ પર સહિ કરીને પ્રવેશવાનું કહેતા અમે સહી ન કરતા પ્રવેશ ન મળતા અમે બહાર બેસ્યા છે. અમે કોઈ હડતાળ પાડી નથી. અમારા 15 કામદારોને નોટિસ આપી કાઢી મુક્યા છે.કામદારો યુનિયનમાં જોડાતા કંપની દ્વારા ટોર્ચરિંગ ચાલુ કરાયું છે.કંપની મેનેજમેન્ટ કોઈ વાત કરવા તૈયાર નથી. બે કામદારોના કંપનીમાં મોત થયા છે. કંપની દ્વારા કોઈ સહાય અપાઈ નથી.

બાંહેધરી પત્ર સાથે કંપનીમાં કામ કરશે હાલોલ ટોટો કંપનીમાં કામદારો કામથી અગળા રહી કામ ન કરતા કંપનીના ઓછા ઉત્પાદન સાથે કંપનીને 5 થી 6 કરોડનું નુકસાન પહોચ્યું છે. માટે કંપની દ્વારા જે કામદારને કામ કરવું જ છે તે બાંહેધરી પત્ર સાથે આવી કંપનીના નિયમોનુસાર કામ કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો