સની દેઓલ ફિલ્મ ‘ગદર 2’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. ‘જવાન’ના તોફાન વચ્ચે પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે. આ ફિલ્મે કલેક્શનના નવા રેકોર્ડ બનાવ્યા અને માત્ર ‘પઠાણ’ પાછળ છે. સની દેઓલને લાંબા સમય બાદ આવી સફળતા મળી છે.આ દરમિયાન હવે એક મોટા સમાચાર છે કે તેમના પિતા અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવ્યા છે. સની દેઓલ પોતાના પુત્રની ફરજ નિભાવીને ધર્મેન્દ્ર સાથે અમેરિકા ગયો છે. જો કે હજુ સુધી આ અંગે તેમના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
અમેરિકા 20 દિવસ રોકાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વાસ્થની સંબંધિત સમસ્યાઓ ધર્મેન્દ્રને છે, તેથી સનીએ તેના પિતાને સારવાર માટે અમેરિકા લઈ જવાનું નક્કી કર્યું. તેઓ અમેરિકામાં 15-20 દિવસ અથવા જ્યાં સુધી સારવાર ચાલુ રહેશે ત્યાં સુધી રહેશે.
રોકી ઔર રાની’માં ધર્મેન્દ્ર જોવા મળ્યા
ધર્મેન્દ્ર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે શાહિદ કપૂર અને કૃતિ સેનનની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે. તેનું નામ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મ આ વર્ષે 7 ડિસેમ્બરે રિલીઝ થશે.