હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેને લઈ શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ દરમિયાન ફરાળમાં બટાટા અને શક્કરીયા નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. જેને લઈને અત્યારે બટાટાની માંગ વધતા બટાટાના ભાવમાં વધારો નોંધાયો છે.
- બજારમાં બટાકાની માંગ વધી
- બટાટાના ભાવમાં કિલોએ દસનો વધારો
- રસોડાનો રાજા બટાટાનો ભાવ વધ્યો
- ભાવો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
- બટાકાના ભાવમાં કિલોએ દસનો વધારો
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેને લઈને લોકો ભગવાન શિવાની આરાધના કરતા હોય છે. આ દરમિયાન લોકો ઉપવાસ કરે છે. ઘણા લોકો માત્ર સોમવારનો ઉપવાસ કરે છે તો કોઈ આખો માસ ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ દરમિયાન બટાટા અને શક્કરીયા નો ફરાળ કરતા હોય છે. જેને લઈ બજારમાં બટાટાના ભાવમાં વધારો થયો છે.

હાલમાં બટાટા ૨૦ થી ૨૫ રૂપિયે કિલો છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા બટાટા અને શક્કરીયાનો ભાવ ૧૫ રૂપિયા આસપાસ હતો. જેમાં સીધો ૧૦નો વધારો નોંધાયો છે. આમ તો ગરીબ માટે બે ટંક ખાવા માટે ડુંગળી અને બટાટાનો ઉપયોગ વધારે કરતા હોય છે. પરંતુ તે બંનેના ભાવમાં વધારો થતા ગરીબ માણસની મુંજવણ વધી છે.

હાલમાં ચોમાસાની સીઝનને પગલે બટાટા અને શક્કરીયાની આવક નથી. જેને લઈને સ્ટોરેજમાં પડેલા બટાટા કે શક્કરીયા બજારમાં મળી રહ્યા છે. જેથી ભાવ વધારો થઇ રહ્યો છે. શક્કરીયા સાઉથ તરફથી આવી રહ્યા છે તો બટાટા ગુજરાતના અલગ અલગ શહે માંથી અમદાવાદમાં ઠલવાઈ રહ્યા છે. જેને લઈને અત્યારે ભાવ વધારો થયો છે. શ્રાવણ માસની શરૂઆત થતા જ અચાનક બટાટાના ભાવ ઉચકાતા ફરી એકવાર લોકોને ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો- ૧૫મી ઓગસ્ટ / રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે ?
આ પણ વાંચો- વિશ્વ માટે ચિંતાનો વિષય / આફ્રિકામાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક ઇબોલા વાઇરસ મળ્યો
