Not Set/ ‘વિશ્વસ્ય વૃતાંતમ્’- સંસ્કૃત ભાષાને જીવંત રાખવાનો મુસ્લિમ બંધુઓનો એક અદનો પ્રયાસ

  તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે બીજી અન્ય ભાષાના ન્યુઝ પેપર જોયા હશે પરંતુ સંસ્કૃતમાં ન્યુઝ પેપર જોયા છે? હવે જ્યારે તમને ખબર પડે કે દેશનું એકમાત્ર દૈનિક સંસ્કૃત પેપર સુરતથી નીકળે છે તો ચોક્કસ તમને નવાઇ લાગશે. અને એનાથી અચરજ એ છે કે એ ચલાવનાર દાઉદી વ્હોરા સમાજનાં મુસ્લિમબંધુઓ છે. સુરતમાંથી સંસ્કૃત ભાષામાં સમગ્ર […]

Gujarat Surat
f3d24132c040a3e96575220338e57e96 ‘વિશ્વસ્ય વૃતાંતમ્’- સંસ્કૃત ભાષાને જીવંત રાખવાનો મુસ્લિમ બંધુઓનો એક અદનો પ્રયાસ
 

તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે બીજી અન્ય ભાષાના ન્યુઝ પેપર જોયા હશે પરંતુ સંસ્કૃતમાં ન્યુઝ પેપર જોયા છે? હવે જ્યારે તમને ખબર પડે કે દેશનું એકમાત્ર દૈનિક સંસ્કૃત પેપર સુરતથી નીકળે છે તો ચોક્કસ તમને નવાઇ લાગશે. અને એનાથી અચરજ એ છે કે એ ચલાવનાર દાઉદી વ્હોરા સમાજનાં મુસ્લિમબંધુઓ છે.

સુરતમાંથી સંસ્કૃત ભાષામાં સમગ્ર દેશનું એક માત્ર દૈનિક ન્યુઝ પેપર છેલ્લા 10 વર્ષથી પ્રકાશિત થઈ રહ્યું છે. વિશ્વસ્ય વૃતાંતમ્’ નામથી પ્રકાશિત થતા સંસ્કૃત ન્યુઝ પેપર વિશે મહત્વની વાતતો એ છે કે તે મુસ્લિમ બંધુ દ્વારા પ્રકાશિત કરાય રહ્યું છે. અને માત્ર દેશમાં સંસ્કૃત ભાષા પ્રચાર થતો રહે તે હેતુ સાથે આ ન્યુઝ પેપર ને પ્રકાશિત કરવાનો હેતુ રહ્યો છે. પ્ર

કાશિત થતા ‘વિશ્વસ્ય વૃતાંતમ્’ સંસ્કૃત ન્યુઝ પેપરનાં મેનેજિંગ એડિટર મુર્તુઝા ખંભાતવાલાએ જણાવ્યુ કે ધો-10માં ઓપ્શનલ વિષય તરીકે સંસ્કૃત રાખનારો ક્લાસમાં હું એકમાત્ર વિદ્યાર્થી હતો. સંસ્કૃત મારો વિષય  હતો અને પરિણામ આવ્યુ ત્યારે સૌથી વધુ માર્કસ સંસ્કૃતમાં હતા. અને મને સંસ્કૃત ભણવાની પણ ખુબ મજા પડી હતી. ત્યારથી જ સંસ્કૃતમાં કંઇક કરવુ છે એવી ભાવના થઇ હતી. દરમિયાન 2011માં સુરતમાં ડી.સી.ભટ્ટ સાથે સંસ્કૃત પેપર ચાલુ કર્યુ. જેની સંપુર્ણ જવાબદારી મેં સ્વીકારી હતી. પરંતુ બે-ત્રણ વર્ષમાં રીડરશીપ ન મળતા પેપર બંધ કરવાની નોબત આવી. ત્યારે સોશિયલ મિડીયાનો પણ ફેલાવો ન હતો. બાદમાં પેપર બંધ થાય એવું હું ઇચ્છતો ન હતો. અને મામા સૈફિ સંજેલીવાલાને આર્થિક સપોર્ટ કરવાનું જણાવતા તેમણે શુભસ્ય શીઘ્રમ મુજબ સમર્થન કર્યુ અને પેપર બાદમાં અમે ચાલુ રાખ્યુ. આજે ડેઇલી ચાર પાનાનું તમામ પ્રકારની ખબરો સાથેનું પેપર પ્રકાશિત કરવામાં આવે છે.

આ ન્યુઝ પેપરમાં રાજકારણ, સાંપ્રત ઘટના-સમસ્યાઓ, સ્પોર્ટસ, હેલ્થ, ફિલ્મી સમાચાર, સ્પેશિયલ કોલમ વગેરેનો સમાવેશ થાય છે. હાર્ડકોપી સાથે સોશિયલ મીડિયામાં ‘વિશ્વસ્ય વૃતાંતમ્’નો મોટો વાચક વર્ગ છે. આ પેપરના વાચકો ગુજરાત સિવાય, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેષ્શ, યુપી, કર્ણાટક, પંજાબ, કાશ્મીર, હિમાલય દિલ્હી સહિત ના જુદા જુદા રાજ્યોના શહેરોમાંથી આવ્યા છે. અને તેમને એક સાથે 15 દિવસના પેપર મોકલાવી આપવામાં આવે છે.

ધ્રુવ સોમપુરા, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.