Cricket/ T20 Ranking માં ભારતનો એક માત્ર બેટ્સમેન ટોપ 10 માં, વિરાટ-રોહિત આઉટ

ICC એ બુધવારે (24 નવેમ્બર) T20 માં પુરુષો માટે નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સૌથી ટૂંકા ફોર્મેટમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તેઓ ટોપ-10માંથી બહાર થઇ ગયા છે.

Sports
T20 Ranking

ICC એ બુધવારે (24 નવેમ્બર) T20 માં પુરુષો માટે નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સૌથી ટૂંકા ફોર્મેટમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તેઓ ટોપ-10માંથી બહાર થઇ ગયા છે. કોહલી માટે T20 વર્લ્ડકપ સારો રહ્યો ન હતો. વળી, તે ન્યૂઝીલેન્ડ સામેની દ્વિપક્ષીય સીરીઝમાં આરામ કરી રહ્યો હતો. બીજી તરફ ભારતનાં ઓપનર કેએલ રાહુલ અને પાકિસ્તાનનાં ઓપનર મોહમ્મદ રિઝવાનને અહી મોટા ફાયદો થયો છે.

આ પણ વાંચો – Cricket / IPL ની 15 મી સીઝન આ તારીખથી થઇ શકે છે શરૂ, જાણો ક્યારે રમાઇ શકે છે Final

કેએલ રાહુલ ગત વખતે જાહેર કરાયેલા રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને સરકી ગયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે ફરી ટોપ-5માં સામેલ થઈ ગયો છે. રાહુલે બે T20 મેચમાં 80 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 40 હતી અને સ્ટ્રાઈક રેટ 126.98 હતો. બીજી તરફ મોહમ્મદ રિઝવાન ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેણે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની સીરીઝમાં 90 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમે સીરીઝ 3-0થી જીતી લીધી હતી. રાહુલ તેનાથી માત્ર 6 રેટિંગ પોઈન્ટ પાછળ છે.

ICC T20I રેન્કિંગ: રેન્કિંગમાં શું ફેરફારો થયા છે?

1. ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ ટોપ-10માં પ્રવેશી ગયો છે. તે ત્રણ સ્થાન આગળ વધીને 10માં નંબર પર આવી ગયો છે.
2. ગુપ્ટિલે ભારત સામેની T20 સીરીઝમાં 152 રન બનાવ્યા હતા.
3. ભારતનાં નવા કેપ્ટન રોહિત શર્માએ સીરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
4. રોહિતે ત્રણ મેચમાં 159 રન બનાવ્યા હતા. રોહિતને બે સ્થાનનો ફાયદો થયો છે. તે 13માં નંબરે પહોંચી ગયો.
5. સૂર્યકુમાર યાદવ 24 સ્થાન ઉપર આવીને 59માં સ્થાને પહોંચી ગયો છે.
6. પાકિસ્તાનનો ફખર ઝમાન બેટ્સમેનોની યાદીમાં 40માંથી 35માં ક્રમે પહોંચી ગયો છે.

ટોપ-10માં એકમાત્ર ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ છે, જે છઠ્ઠાથી પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી આ સીરીઝમાં રમ્યો નથી અને તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી, તે 11માં સ્થાને યથાવત છે. ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન રોહિત શર્મા 13માં સ્થાને પહોંચી ગયો છે. બોલરની જો વાત કરીએ તો મિશેલ સેન્ટનર ભારત સામેની સીરીઝમાં ચાર વિકેટ સાથે 13માં સ્થાને પહોંચી ગયો છે. તેણે 10 સ્થાનની છલાંગ લગાવી છે. ભુવનેશ્વર કુમારને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. સીરીઝમાં ત્રણ વિકેટ લીધા બાદ તે 19માં નંબર પર આવી ગયો છે. દીપક ચહર 19 સ્થાનનાં ફાયદા સાથે 40માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં આગળ વધી રહેલા અન્ય લોકોમાં બાંગ્લાદેશનાં મહેદી હસન (છ સ્થાન ઉપરથી 12માં ક્રમે) અને શોરીફુલ ઈસ્લામ (ત્રણ સ્થાન ઉપરથી 40માં ક્રમે) અને પાકિસ્તાનનાં શાદાબ ખાન (બે સ્થાન ઉપરથી 14માં ક્રમે) અને હસન અલી (16 સ્થાન ઉપરથી 44માં ક્રમે) સામેલ છે.