Video/ તૂટયું દિલ છલક્યા આંસુ, ધોનીએ મેચ જીત્યા બાદ રડી રહેલી બાળકીને આપી આ ભેટ

એક સમયે જ્યારે ધોની મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરીને બેઠેલી એક નાની છોકરી ભાવુક થઈ ગઈ..

Top Stories Sports
ધોની

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ 9 મી વખત IPL ની ફાઇનલમાં પહોંચી. પ્રથમ ક્વોલિફાયરમાં ધોની તેના જૂના રંગોમાં દેખાયો. માહીએ ટુર્નામેન્ટની ફાઇનલમાં વિજેતા શોટ ચેન્નાઇમાં લીધો હતો  આ મેચમાં કોઈ રડ્યું તો કોઈના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. ધોની ની પત્ની સાક્ષી અને પુત્રી જીવા આનંદથી ધૂમ મચાવી રહ્યા હતા.

આ પણ વાંચો :દિલ્હીને પરાજિત કરી ચેન્નઈની ટીમ 9મી વાર ફાઇનલમાં

હકીકતમાં, રવિવારે રમાયેલા IPL ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 5 વિકેટના નુકસાન પર 172 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નઈએ 2 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી.

આ રોમાંચક મેચમાં મેદાનની અંદર અને બહાર હજારો રંગો જોવા મળ્યા હતા. ચેન્નાઈની જીત પર કોઈ રડ્યું તો કોઈના ચહેરા પર સ્મિત હતું. દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં, ધોનીએ ચોક્કો (વિનિંગ શોટ) ફટકારીને તેની ટીમને જીત અપાવી, તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે ચાહકો આનંદ સાથે કૂદી પડ્યા હતા.

મેચ દરમિયાન ભાવુક થઈ બાળકી

આ મેચમાં આવી ઘણી ક્ષણો સામે આવી છે જે લોકોનું ધ્યાન ખેંચ્યું. એક સમયે જ્યારે ધોની મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરીને સ્ટેન્ડમાં બેઠેલી એક નાની છોકરી ભાવુક થઈ ગઈ હતી. પોતાની ટીમને જીતતા જોઈને તેના ખુશીના આંસુ દેખાઈ રહ્યા હતા. આ છોકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : ભારતની મહિલા ટીમને ઓસ્ટ્રેલિયાએ છેલ્લી T-20 મેચમાં 14 રનથી હરાવી,શ્રેણી 2-1થી ગુમાવી

તે જ સમયે, ધોનીએ વિનિંગ શોટ ફટકારતાં જ, તેની પત્ની સાક્ષીએ જીવાને ગળે લગાવી લીધી હતી. ધોનીની પત્ની અને પુત્રીની આ ઉજવણી વાયરલ થઈ રહી છે.

https://twitter.com/TFC_Back/status/1447263055759364096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1447263055759364096%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.cricketnmore.com%2Fcricket-news%2Fipl-2021-dc-vs-csk-ms-dhoni-gifted-match-ball-to-the-young-girl-who-supporting-csk-watch-video-85554

બાળકીને માહીએ આપી ભેટ

ચેન્નાઈની જીત બાદ ધોનીએ આ સાઈન બોલ આ નાની છોકરી અને તેના ભાઈને ભેટમાં આપ્યો હતો. માહીની આ સ્ટાઇલે દરેકનું દિલ જીતી લીધું છે.

નોંધપાત્ર વાત એ છે કે, ધોનીએ ચેન્નાઈને 7 માં ક્રમે ઉતરીને જીત અપાવી હતી. તે સમયે ટીમનો સ્કોર 149/5 હતો. પરંતુ ‘કેપ્ટન કૂલ’ એ માત્ર 6 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :ભૂતપૂર્વ ક્રિકેટરે BCCIને સૂચવ્યું, કહ્યું- આ બંને પ્લેયરને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરો

આ પણ વાંચો :ICCએ T 20 વર્લ્ડકપની ઇનામી રકમ જાહેર કરી, ટાઇટલ જીતનાર ટીમને આટલા કરોડ મળશે