Not Set/ દલિત આંદોલન વિષે સીએમ વિજય રુપાણી શું બોલ્યા સાંભળો

સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ભારતભરમાં દલિત સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યુ છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશ વ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર ભાઈ મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપુર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે SC અને SC એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન […]

Top Stories
https 2F2Fblueprint api production.s3.amazonaws.com2Fuploads2Fcard2Fimage2F7449572F51394a85 29ed 4855 bc12 0852299f17a6 1 દલિત આંદોલન વિષે સીએમ વિજય રુપાણી શું બોલ્યા સાંભળો

સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ભારતભરમાં દલિત સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યુ છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશ વ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર ભાઈ મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપુર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે SC અને SC એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે.

કોંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે. તેમને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસ દલિતોના મુદ્દે રાજનીતિ કરી રહી છે. ગુજરાત સરકાર અને મોદીની કેન્દ્ર સરકાર એ દલિતો પ્રત્યે સહાનુભુતિ ધરાવતી સરકાર છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં કુદરતી આફતો વખતે ગુજરાત લાચારી ન અનુભવે તે માટે ગુજરાતે અગાઉથી સંપૂર્ણ તૈયારી કરી રહી છે. ગુજરાત સરકાર અને મોદીની કેન્દ્ર સરકાર એ દલિતો પ્રત્યે સહાનુભુતિ ધરાવતી સરકાર છે. સરકારે પિટિશન દાખલ કરી દીધી છે. એટલે હવે દલિતોને શાંતિ રાખવાની મારી અપીલ છે.

તો આ તરફ અમદાવાદમાં પણ દલિત સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. સારંગપુર આંબેડકરની પ્રતિમા પાસે લોકોની ભીડ જામી હતી. અમદાવાદ સહિત રાજકોટના જેતપુરમાં સજ્જ બંધ જોવા મળ્યુ હતુ. ભારત બંધના એલાનને પગલે શહેરભરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો બીજી દલિતોના બંધને સુરત કોંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.