ગુજરાત/ રાજયની આઠ મહાનગરપાલિકામાં રાત્રી કરફયુની અવધી 30મીએ પૂર્ણ થશે

રાજયમાં એક મહિના માટે મહાપાલિકા વિસ્તારમા રાત્રી કરફયુ રાત્રીનાં 1 થી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો

Gujarat

        રાજયમાં  કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો  કોરોના સંકર્મિત થતાં  મૃત્યુ પામ્યા  હતા . ત્યારે સરકાર દ્વારા કોરોના  કેસ પર નિયંત્રણ  લાવવા  રાજમા મોની લોકડાઉન લગાવી દેવામાં  આવ્યું  હતું.  જેમાં સરકાર દ્વારા  ધીમે ધીમે  કોરોના પરના  નિયંત્રણ હળવા કરવામાં  આવ્યા છે . જે અંતગર્ત  રાજયમાં રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં હાલ રાત્રીના 1 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં છે જેની મુદત આગામી 30મી નવેમ્બરના રોજ પૂર્ણ  થવા  જય રહી છે . ત્યારે દરમિયાન દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ ખાસ કરીને મહાપાલિકા વિસ્તારોમાં સતત વધી રહ્યું છે.ત્યારે મહાપાલિકા વિસ્તારોમાં એક સપ્તાહ રાત્રી કરફયુની મૂદત વધારવામાં આવે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે .

આ પણ વાંચો ;કપિલ શર્મા ફરી વિવાદમાં / સ્મૃતિ ઈરાનીને ઓળખી ન શક્યા કપિલ શર્મા શોના ગાર્ડ? કેન્દ્રીય મંત્રીએ ગુસ્સામાં કર્યું આવું…

 રાજયમાં માર્ચથી મે દરમિયાન લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ગુજરાતમાં મહાપાલિકા વિસ્તારોમાં રાત્રી કરફયું અમલમાં છે. સમય અને સંજોગો પ્રમાણે તેમાં સમય અવધીમાં વધારો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.દિવાળીના તહેવારના કારણે ગત મહિને રાજય સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુની સમય અવધી ઘટાડવામાં આવી હતી.

આ પણ વાંચો ;Covid-19 / શાળા ખુલી અને થયો કોરોના વિસ્ફોટ, 14 બાળકો થયા સંક્રમિત

 રાજયમાં એક મહિના માટે મહાપાલિકા વિસ્તારમા રાત્રી કરફયુ રાત્રીનાં 1 થી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. આગામી 30મી નવેમ્બરના રોજ મહાપાલિકામાં હાલ અમલમાં રહેલા રાત્રી કરફયુની મૂદત પૂર્ણ થઈ રહી છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ મહાપાલિકા વિસ્તારામાં વધ્યું છે. આવામાં તકેદારીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા મહાપાલિકા વિસ્તારમાં હાલ અમલમાં રહેલા રાત્રી કરફયુની મુદત એક સપ્તાહ વધારવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. સંભવત: એકાદ બે દિવસમાં આ અંગે રાજય સરકાર દ્વારા સતાવાર જાહેરાત કરી દેવામાં આવશે.