કપિલ શર્મા શોના નિર્માતાઓથી સ્મૃતિ ઈરાની નારાજ હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલમાં ચર્ચા હતી કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના પુસ્તકના પ્રમોશન માટે શોમાં આવવાના છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, હવે તેમનો એપિસોડ હાલ પૂરતો કેન્સલ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સ્મૃતિ ઈરાની ગેટ પર પહોંચ્યા તો ગાર્ડ તેમને ઓળખી શક્યો નહીં. મંત્રીના ડ્રાઇવરને ગાર્ડે અટકાવ્યો હતો અને અંદર જવાની ના પાડી હતી. એવા અહેવાલો છે કે ડ્રાઇવર અને ગાર્ડ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી પરંતુ વાત બહાર આવી ન હતી. આ પછી નારાજ કેન્દ્રીય મંત્રી શૂટિંગ કર્યા વિના પરત ફર્યા હતા.

આ પણ વાંચો : કંગના રનૌત વિરુદ્ધ નોંધાઈ FIR, ખેડૂતોને કહ્યું ‘ખાલિસ્તાની’
જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના ડ્રાઈવર અને બે લોકોની ટીમ સાથે કપિલ શર્મા શો માં પોતાની પુસ્તક લાલ સલામના પ્રમોશનના શૂટ માટે પહોચ્યા હતા. એન્ટ્રસ ગેટ પર ત્યાંના સિક્યોરિટી ગાર્ડ અન્ના તેમને ઓળખી ન શક્યા અને તેમને અંદર જવા દીધા નહીં. સ્મૃતિ ઈરાનીએ મનાવવાની કોશિશ કરી અને કહ્યું કે તેઓ શૂટ માટે આવ્યા છે અને શોના સ્પેશિયલ ગેસ્ટ છે. તેના પર ગાર્ડે કહ્યું, અમને કોઈ આદેશ નથી મળ્યો, સોરી મેડમ તમે અંદર નહીં જઈ શકો.આ જ સમયે ઝોમેટોનો ડિલિવરી બોય ત્યાં અંદર કલાકારો માટે ફૂડ પેકેટની ડિલિવરી આપવા આવ્યો હતો, ગાર્ડે તેને પૂછ્યા વગર જવા દીધો. આ અંગે કેન્દ્રીય મંત્રી ઘણા ગુસ્સે થયા હતા અને શૂટ કર્યા વગર જ પરત ફર્યા.
આ પણ વાંચો : અક્ષય કુમારની ‘અતરંગી રે’નું મોશન પોસ્ટર રિલીઝ, આ તારીખે ટ્રેલર થશે લોન્ચ
આ ઘટના બાદ કપિલ શર્મા શોની પ્રોડક્શન ટીમે સ્મૃતિ ઇરાની સાથે સંપર્ક સાધી વાત કરવાની બહુ કોશીશ કરી હતી. પરંતુ બહુ જ નારાજ થઇ ગયેલા સ્મૃતિ માન્યા નહીં અને અંતે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું. વાત એટલે સુધી પહોંચી ગઇ કે પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઇ હતી. જેણે પ્રોડક્શન ટીમ સાથે પુછપરછ કરી હતી.

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની એટલા માટે બહુ ગુસ્સે થયા હતા કે તેમણે ગાર્ડને બહુ સમજાવ્યા છતાં તેણે એન્ટ્રી આપી નહતી અને તેમની સામે જ આવેલો ઝોમેટોને એક ડિલિવરી બોય કંઇ પણ કહ્યા વગર અંદર જતો રહ્યો હતો. સ્મૃતિ પોતાના ડ્રાઇવર અને અન્ય બો લોકો સાથે સાંજે શોના શૂટિંગ માટે સ્ટુડિયો પહોંચ્યા હતા. ત્યારે પ્રવેશ દ્વાર પર ઉભેલા સિક્યોરિટી ગાર્ડ અન્નાએ મંત્રીને ઓળખ્યા નહીં અને અંદર જવા દેવાનો ઇનકાર કરી દીધો.
આ પણ વાંચો : પ્રીતિ ઝિંટાને ઓળખી ન શક્યા સંજય ખાન, ટ્વિટર પર માંગી માફી
સ્મૃતિ ઇરાનીએ તેને સમજાવ્યા કે તેઓ કેન્દ્રીયમંત્રી છે અને તેમને એપિસોડના શૂટિંગ માટે સેટ પર આમંત્રિત કરાયા છે. તેઓ શોના સ્પેશિયલ ગેસ્ટ છે. છતાં ગાર્ડ અન્ના માન્યો નહીં. કહી દીધું કે…. તેને આ અંગે કોઇ આદેશ મળ્યો નથી, તેથી તેથી સોરી મેડમ તમને અંદર જવા દઇ શકાય નહીં. જ્યારે ગાર્ડને આ અંગે જાણ થઇ કે તેનાથી ભૂલ થઇ ગઇ છે તો તે ગભરાઇને લાપતા થઇ ગયો. પાછળથી તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

જોકે, ઘણા લોકોનું તો એમ પણ માનવું છે કે આ સમગ્ર ભૂલ સ્મૃતિ ઈરાનીના ડ્રાયવર અને ધ કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઇ હતી. ન તો કપિલ શર્મા અને ન તો સ્મૃતિ ઈરાનીને તેની જાણકારી હતી. જોકે, જયારે કપિલ અને તેમની ટીમને આ વાતની માહિતી મળી તો સેટ પર અફરા-તફરી મચી ગઈ.
આ પણ વાંચો :ભાજપનાં સમર્થક મુકેશ ખન્નાએ કંગનાનાં નિવેદનને ચાપલૂસીથી પ્રેરિત ગણાવ્યું
સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં જ પોતાની ઘણું વજન ઘટાડ્યું છે. ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ટીવી સિરિયલથી જાણીતી થયેલ સ્મૃતિ ઈરાની હવા ઘણા જ સ્લિમ થઇ ગયા છે. તેમને બીફોર-આફ્ટર ફોટોઝ પણ ઘણી વાયરલ થઇ રહી છે અને ફેન્સ કમેન્ટ સેક્શનમાં વજન ઘટાડવા માટે ટિપ્સ માંગી રહ્યા છે.
આ પણ વાંચો :અનુપમા સિરિયલમાં રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી માધવી ગોગટેનું નિધન
