અવસાન/ અનુપમા સિરિયલમાં રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી માધવી ગોગટેનું નિધન

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ અનુપમામાં રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થયું છે. 58 વર્ષીય માધવી ગોગટેએ મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Entertainment

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ અનુપમામાં રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થયું છે. 58 વર્ષીય માધવી ગોગટેએ મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અનુપમા સિરિયલમાં બા નાં પાત્રમાં જોવા મળેલી અભિનેત્રી અલ્પના બુચે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.

આ પણ વાંચો – વિવાદાસ્પદ નિવેદન / ભાજપનાં સમર્થક મુકેશ ખન્નાએ કંગનાનાં નિવેદનને ચાપલૂસીથી પ્રેરિત ગણાવ્યું

તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર માધવી ગોગટેની તસવીર શેર કરતા અલ્પના બુચે લખ્યું- ‘માધવી ગોગટે, આ સારી વાત નથી. કોઈ પણ એક્ટર સીન પૂરો થાય તે પહેલા બહાર જઇ શકતો નથી. અનુપમા સિરિયલનાં સેટ પર અમે બધા તમને યાદ કરીશું. અમે તમારું મધુર સ્મિત, તમારો અવાજ બહુ યાદ કરવાના છીએ.’ માધવી ગોગટેનાં આકસ્મિક નિધનનાં સમાચાર મળતા જ ચાહકોની સાથે મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માધવી ગોગટે હવે નથી રહ્યા એ માનવું લોકો માટે થોડુ મુશ્કેલ બની રહ્યુ છે. અહેવાલો અનુસાર માધવી ગોગટે થોડા સમય પહેલા જ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. માધવી ગોગટેની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન માધવીની તબિયતમાં પણ સુધારો થયો હતો. પરંતુ રવિવારે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

માધવી ગોગટે

આ પણ વાંચો – બોલિવૂડ ગપસપ / પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પરથી જોનસ સરનેમ હટાવ્યા બાદ કર્યું આ કામ 

માધવીએ સોચા ના થા, કહીં તો હોગા અને કોઈ અપના સા જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું. તેમણે છેલ્લે અનુપમા સિરિયલમાં કામ કર્યું હતું. અનુપમા સિરિયલમાં માધવી ગોગટે અનુપમાની ઓન-સ્ક્રીન માતાની ભૂમિકા ભજવી હતી. થોડા સમય પહેલા તેમણે સિરિયલને અલવિદા કહી દીધું હતું. માધવીનાં ગયા બાદ હવે ટીવી એક્ટ્રેસ સવિતા પ્રભુ અનુપમાની માતાનાં રોલમાં જોવા મળી રહી છે.