Vadodara News: ગુજરાતમાં વધુ એક વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Bypoll) માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેને લઈને હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ માંજલપુર બેઠક (Manjalpur Bypoll) પર 30 જુલાઈએ મતદાન થશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
પેટાચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
6 જુલાઈ: ચૂંટણીની સત્તાવાર જાહેરનામું (Notification) બહાર પડશે
13 જુલાઈ: ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ
14 જુલાઈ: ઉમેદવારી પત્રોની ચકાસણી
16 જુલાઈ: ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
30 જુલાઈ: મતદાન
3 ઓગસ્ટ: મતગણતરી અને પરિણામ
Manjalpur Bypoll: યોગેશ પટેલના નિધન બાદ બેઠક ખાલી
વડોદરાની માંજલપુર બેઠક (Manjalpur Bypoll) ભાજપ (BJP)નો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ લાંબા સમયથી વરિષ્ઠ નેતા યોગેશ પટેલ કરતા હતા. તેમના નિધન બાદ બેઠક ખાલી થતાં બંધારણીય જોગવાઈ મુજબ હવે પેટાચૂંટણી યોજવામાં આવશે.
ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ
માંજલપુર બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. તેથી આ પેટાચૂંટણી માત્ર ખાલી બેઠક ભરવા પૂરતી નહીં રહે, પરંતુ તમામ રાજકીય પક્ષો માટે રાજકીય શક્તિનું પરીક્ષણ પણ બનશે. ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી પ્રચાર પર હવે સૌની નજર રહેશે.
ચૂંટણી આચારસંહિતા અમલમાં
ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતાં જ વડોદરાના માંજલપુર વિધાનસભા (Manjalpur Bypoll) વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચના નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે.
આ પણ વાંચો:વડોદરામાં માંજલપુરના BJPના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, ગુજરાત વિધાનસભા ફરીથી ખંડિત
આ પણ વાંચો:માંજલપુર બેઠક પર કોને મળશે ભાજપની ટિકિટ? યોગેશ પટેલ બાદ અનેક દિગ્ગજોના નામ ચર્ચામાં
આ પણ વાંચો:તું જે સ્કૂલમાં ભણ્યો છે હું તેનો પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું: Cyber Mafia ને MLA યોગેશ પટેલનો જવાબ
