22 ઓગસ્ટ, ગુરુવારે વ્યાપક રૂપે શેર કરાયેલ એક વિડિઓમાં ઉત્તર પ્રદેશનાં મિરઝાપુરની સિયુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મિડ ડે મીલ એટલે કે મધ્યાન ભોજનમાં રોટલી અને મીઠું વહેંચતી બે મહિલાઓ બતાવવામાં આવી છે. એક સમાચાર એજન્સી દ્વારા અમુક ફોટા પણ આ મામલે પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં બાળકોને ફ્લોર પર બેઠા બતાવવામાં આવ્યા છે અને જેમાં સ્ટીલની પ્લેટોમાંથી રોટીસ અને મીઠાં સિવાય કંઈ જ જોવામાં આવતું નથી.

વિકાસની આ એવી તે હદ થઇ ગયેલી જોવા મળી કે, યુપીનાં શિક્ષણ સત્તાધીશોએ બે શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા છે અને ત્યારબાદ આ ઘટનાની તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આદેશ તો અપાઇ ગયા અને તપાસ પણ થશે અને સજા પણ મળશે તેમાં કોઇ શક નથી. પરંતુ પ્રશ્નએ છે કે, આવી દેશમાં કેટલી શાળાઓ હશે? જ્યાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો હશે ? તેનું શું ?.

#Mirzapur के एक स्कूल में बच्चों को मिड-डे-मील में नमक रोटी दी जा रही है।
ये उत्तर प्रदेश भाजपा सरकार की व्यवस्था का असल हाल है।
जहाँ सरकारी सुविधाओं की दिन-ब-दिन दुर्गति की जा रही है। बच्चों के साथ हुआ ये व्यवहार बेहद निंदनीय है। pic.twitter.com/FMD5cYE5Jn— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 23, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
