અકસ્માત/ વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ભેસ સાથે અથડાઇ

ટ્રેન ભેસ સાથે ધડાકા ભેર અથડાઇ હતી. જો કે તેના કારણે ટ્રેનની સર્વિસ ઉપર કોઈ અસર પડી નથી. અને રાબેતા મુજબ ચાલી રહી છે. 

Top Stories Ahmedabad Gujarat

હાલમાં શરૂ થયેલી વંદે ભરત એક્સપ્રેસ ટ્રેનને અમદાવાદથી નજીક અકસ્માત થયો છે. પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર અમદાવાદના મણિનગર અને વટવા રેલવે સ્ટેશન નજીક મુંબઈથી ગાંધીનગર જઈ રહેલી   વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.

ટ્રેન ભેસ સાથે ધડાકા ભેર અથડાઇ હતી. જો કે તેના કારણે ટ્રેનની સર્વિસ ઉપર કોઈ અસર પડી નથી. અને રાબેતા મુજબ ચાલી રહી છે.

આજ રોજ ગુરુવારે સવારે 11.18 વાગ્યાની આસપાસ 180 km ની ઝડપે મુંબઈથી આવી રહેલી  વંદે ભારત  ટ્રેન સાથે ભેસ અથડાતાં ટ્રેન ને નુકસાન થયું હતું. અને આગળના ભાગ ના પાટિયા ઊખડી ગયા હતા. આ ઘટના બાદ પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. આ ઘટના બાદ અધિકારઓએ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી છે.