Dahod News: દાહોદમાં આતંકવાદ વિરોધી દળ (ATS Investigation)ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આરોપીને દાહોદ લાવી તેનું સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ATSની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ATS Investigation- વડોદરાના જરોદથી ઝડપાયો હતો આરોપી
આ આરોપી અગાઉ વડોદરાના જરોદ (Jarod Vadodara)થી ઝડપાયો હતો. તેનું નામ મોહમ્મદ શહરુલ ઇસ્લામ (Mohammad Shahrul Islam) છે. તપાસના ભાગરૂપે ATSની ટીમ તેને દાહોદ લાવી હતી.
ખરોડ ખાતે સઘન પૂછપરછ
દાહોદના ખરોડ (Kharod) ખાતે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. ટીમે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરી ઘટનાક્રમની કડીઓ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
હાઇવે નજીક હથિયાર મૂકાયાની માહિતી
હાઇવે નજીક હથિયાર મૂકાયાની માહિતી મળતા ATSએ તે દિશામાં તપાસ કરી હતી. દાહોદ-ઝાલોદ રોડ (Dahod Jhalod Road) પર પણ ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. હથિયાર મળ્યા કે નહીં તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી નથી.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં જૈશ-એ-મોહમ્મદનું મોટું કાવતરું; મંત્રીઓ માટે હની-ટ્રેપ પ્લાનનો ખુલાસો
આ પણ વાંચો: વડોદરા ATS તપાસ: જૈશ-એ-મોહમ્મદના બે શંકાસ્પદ આતંકીઓ સયાજીગંજની હોટલમાં રોકાયા હોવાનો ખુલાસો
આ પણ વાંચો: ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા
