ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) ના ફેન્સ માટે એક મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે. લાંબા સમયથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ માટે રાહ જોઈ રહેલા વૈભવને હવે આખરે બ્લુ જર્સી પહેરીને મેદાન પર ઉતરવાની સોનેરી તક મળી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી બીજી T20 મેચમાં આ યુવા ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.
પસંદગી થઈ પણ પ્લેઇંગ-11 માં ન મળ્યો મોકો
BCCIની સિલેક્શન કમિટીએ વૈભવની પ્રતિભાને જોઈને તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં સ્થાન આપ્યું હતું. જોકે, આયર્લેન્ડ સામેની બે મેચોમાં તેને બહાર બેસવું પડ્યું હતું અને કમનસીબે એ સિરીઝમાં ભારતને પરાજયનો સામનો પણ કરવો પડ્યો હતો. ફેન્સને આશા હતી કે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં વૈભવને ‘પ્લેઇંગ ઈલેવન’માં તક મળશે, પણ ત્યાં પણ તેની રાહ વધુ લંબાઈ હતી.
સંજુ સેમસનનું ખરાબ ફોર્મ બન્યું વૈભવ માટે રસ્તો
બીજી તરફ, ભારતીય ટીમના સિનિયર ખેલાડી સંજુ સેમસનનું બેટ છેલ્લા કેટલાક સમયથી શાંત છે. તે છેલ્લી ત્રણ આંતરરાષ્ટ્રીય મેચોમાં રન બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે અને ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા ત્રણ ઇનિંગ્સમાં સંજુના ફ્લોપ શોના આંકડા કંઈક આ પ્રમાણે છે:
આયર્લેન્ડ સામે પ્રથમ મેચ: માત્ર 5 રન બનાવી આઉટ.
આયર્લેન્ડ સામે બીજી મેચ:ખાતું ખોલાવ્યા વિના જ પહેલા બોલે પેવેલિયન ભેગો.
ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ: 7 બોલ રમીને માંડ 1 રન બનાવી શક્યો.
શનિવારે સંજુ સેમસનની જગ્યા લેશે વૈભવ!
આ સતત ખરાબ પ્રદર્શનને જોતા હવે એ વાત લગભગ નક્કી માનવામાં આવી રહી છે કે સંજુ સેમસનને પ્લેઇંગ-11 માંથી ડ્રોપ કરવામાં આવશે. શનિવારે રમાનારી બીજી T20 મેચમાં સંજુ સેમસનના સ્થાને વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરીને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરાવવામાં આવશે.જ્યાં સુધી વિકેટકીપિંગનો સવાલ છે, તો તેના માટે ટીમમાં ઈશાન કિશન ઓલરેડી હાજર છે, જેણે આયર્લેન્ડ સામે પણ સંજુ ટીમમાં હોવા છતાં કીપિંગ ગ્લોવ્ઝ સંભાળ્યા હતા.
ક્રિકેટ કોરિડોરમાં ચર્ચા છે કે વૈભવ સૂર્યવંશીની ટેલેન્ટને પૂરો ન્યાય આપવા માટે તેને માત્ર એક-બે મેચ નહીં, પરંતુ પોતાની જાતને સાબિત કરવા માટે આગામી સમયમાં પૂરતી તકો આપવામાં આવશે.
આ પણ વાંચો:શું 15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે ટીમ ઈન્ડિયાએ નિયમો બદલવા જોઈએ? જાણો શું છે સત્ય
આ પણ વાંચો:વૈભવ સૂર્યવંશી માટે ઈંગ્લેન્ડ પ્રવાસમાં અલગ ડ્રેસિંગ રૂમ
આ પણ વાંચો:15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો હાહાકાર, 11 બોલમાં ફિફ્ટી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
