Vaibhav Suryavanshi Records Update: ભારતીય ક્રિકેટ જગતમાં હાલમાં માત્ર 15 વર્ષના એક અદભુત બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની (Vaibhav Suryavanshi) ચર્ચા ચોમેર થઈ રહી છે. તેની વિસ્ફોટક બેટિંગે લોકપ્રિયતાની તમામ સીમાઓ વટાવી દીધી છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ વૈભવના વખાણ થઈ રહ્યા છે. પાકિસ્તાનના પ્રખ્યાત ક્રિકેટ એક્સપર્ટ નૌમાન નિયાઝનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે આ અદભુત છોકરો આગામી સમયમાં ટી20 ક્રિકેટ ફોર્મેટમાં પણ એકલા હાથે 200 રન (બેવડી સદી) ફટકારવાની ક્ષમતા ધરાવે છે.
Vaibhav Suryavanshi: 11 બોલમાં ફિફ્ટી
ટ્રાઈ-નેશન સિરીઝની ફાઇનલમાં શ્રીલંકા વિરૂદ્ધ વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) રમેલી ઇનિંગ્સે ઇતિહાસ રચી દીધો છે. તેણે મેચની પહેલી જ બોલથી આક્રમણ શરૂ કરીને માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી લિસ્ટ-એ (List-A) ક્રિકેટના ઇતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી બનાવી દીધી હતી. તેણે 29 બોલમાં 8 સિક્સર અને 10 ફોરની મદદથી 324 ના જોખમી સ્ટ્રાઈક રેટ સાથે 94 રન બનાવ્યા હતા. જો તે આઉટ ન થયો હોત તો એબી ડી વિલિયર્સનો 30 બોલમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ પણ તૂટી ગયો હોત.
Pakistani cricket expert Dr Nauman Niaz makes a BOLD prediction on Vaibhav Suryavanshi
“Vaibhav Suryavanshi will score a double century in T20 matches. He almost broke the record of the fastest century with his 29 ball 94 runs.” pic.twitter.com/oNx9BbpQFg
— Brutal Truth (@sarkarstix) June 23, 2026
આયર્લેન્ડ સામે ડેબ્યુ કરતા જ તેંડુલકરનો રેકોર્ડ તૂટશે
વૈભવ સૂર્યવંશીની(Vaibhav Suryavanshi) આયર્લેન્ડ સામેની આગામી ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે, તો તે ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા વાળો ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી બની જશે. હાલમાં આ રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે છે, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું હતું. વૈભવ માત્ર 15 વર્ષ અને 91 દિવસની નાની ઉંમરે આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી શકે છે.
આ પણ વાંચો:ટીમ ઇન્ડિયામાં વૈભવ સૂર્યવંશીને મળ્યો કયો જર્સી નંબર? BCCI ના વીડિયોમાં જર્સી જોઈને રડી પડ્યો
આ પણ વાંચો: 100મી મેચમાં એમબાપ્પેનો જલવો, મેસી બન્યો વર્લ્ડ કપનો કિંગ, ગોલ્ડન બૂટની રેસ થઈ વધુ રોમાંચક
આ પણ વાંચો: ભારતની વિસ્ફોટક શરૂઆત! 324 ના સ્ટ્રાઈક રેટથી રમી વૈભવે શ્રીલંકન બોલરોના છોડાવ્યા પરસેવા

