Not Set/ અમિતાભ એન તાપસીની બદલાએ 9 દિવસમાં કરી અધધ કમાણી

મુંબઇ, બદલાએ બોક્સ ઓફિસ પર અધધ કમાણી કરી છે. મહાનાયક અમિતાભ તથા તાપસી પન્નુએ પોતાની બુલંદ અભિનય શક્તિનો પરિચય આ ફિલ્મ દ્વારા આપ્યો છે. ફિલ્મે પ્રથમ વીકેન્ડમાં  સારી કમાણી કરી હતી. ત્યારે અમિતાભ અને તાપસીની જોડીએ નવી વાર્તા, થ્રીલર અને સસ્પેન્સ દ્વારા દર્શકોમાં ખાસ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.  બીજા વીકમાં પણ બદલા ફિલ્મ સારી […]

Trending Entertainment

મુંબઇ,

બદલાએ બોક્સ ઓફિસ પર અધધ કમાણી કરી છે. મહાનાયક અમિતાભ તથા તાપસી પન્નુએ પોતાની બુલંદ અભિનય શક્તિનો પરિચય આ ફિલ્મ દ્વારા આપ્યો છે. ફિલ્મે પ્રથમ વીકેન્ડમાં  સારી કમાણી કરી હતી. ત્યારે અમિતાભ અને તાપસીની જોડીએ નવી વાર્તા, થ્રીલર અને સસ્પેન્સ દ્વારા દર્શકોમાં ખાસ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.  બીજા વીકમાં પણ બદલા ફિલ્મ સારી કમાણી કરી રહી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના  જણાવ્યા પ્રમાણે બદલાએ પ્રથમ વીકમાં  38 કરોડની કમાણી કરી હતી તો બીજા વીકમાં ફિલ્મે 45 કરોડની કમાણી કરી છે.

ઉલ્લેખીનીય છે કે પિંક ફિલ્મના કથાનકે દર્શકોનો માઇન્ડસેટ બદલી નાખ્યો હતો.  તો આ ફિલ્મની  ટેગલાઇન  હર બાર માફ કર દેના સહી નહી હોતાનું વિષયવસ્તુ પણ દર્શકોને પસંદ આવ્યું છે. તેથી આ જોડી માટે લોકની ઉત્સુકતા વધી ગઈ હતી. અને ફિલ્મે ધારણા કરતાં ઘણો સારો વકરો કર્યો છે. અમિતાભ તથા ઋષિ કપૂરની ફિલ્મ 102 નોટ આઉટે પ્રથમ વીકમાં 27.70 કરોડની કમાણી કરી હતી. જ્યારે બદલા એ બીજા વીકેન્ડમાં  શુક્રવારે 3.75 કરોડની તેમજ ટોટલ 49. 26 કરોડની કમાણી કરી હતી. હજી ફિલ્મને આજની કમાણીનો લાભ પણ મળશે. તેથી ફિલ્મ સરળતાથી 50 કરોડના આંકડાને પાર કરી જશે.