A relationship/ શું ChatGPT બચાવી શકશે તમારો સંબંધ? AI થેરાપી ટ્રૅન્ડ રિલેશનશિપ માટે સારી છે ખરાબ, શું કહે છે ઍક્સપર્ટ્સ?

રિલેશનશિપમાં લગભગ એવું જોવા મળે છે કે પરિણીત યુગલો ઘણી બધી બાબતો અંગે પરસ્પર વાતચીત કરે છે, અને એવી અનેક વાતો પણ છે જેની ચર્ચા તેઓ એકબીજા સાથે નહિ, પણ પોતાના મિત્રો સાથે કરે છે. પરંતુ આજકાલનું યુવાધન પોતાના અંગત સંબંધો તથા લાગણીઓ વિશે પોતાના પાર્ટનર કે મિત્રો કરતા ChatGPT પર વધારે વિશ્વાસ કરવા લાગ્યા છે.

Relationships Trending

Relationship: રિલેશનશિપમાં લગભગ એવું જોવા મળે છે કે પરિણીત યુગલો ઘણી બધી બાબતો અંગે પરસ્પર વાતચીત કરે છે, અને એવી અનેક વાતો પણ છે જેની ચર્ચા તેઓ એકબીજા સાથે નહિ, પણ પોતાના મિત્રો સાથે કરે છે. પરંતુ આજકાલનું યુવાધન પોતાના અંગત સંબંધો તથા લાગણીઓ વિશે પોતાના પાર્ટનર કે મિત્રો કરતા ChatGPT પર વધારે વિશ્વાસ કરવા લાગ્યા છે. ચૅટજીટીપી સાથે વાત કરતા એ સ્વયંને કમ્ફર્ટેબલ અનુભવે છે એટલું જ નહિ, સાથોસાથ ChatGPT જે ઉત્તર આપે છે એ પણ કદાચ તેઓ સાંભળવા માગે છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ આ વાત ખૂબ ખુશીપૂર્વક જણાવે છે કે તેઓ ChatGPTનો પોતાના પર્સનલ થેરાપિસ્ટની જેમ વપરાશ કરે છે. કેટલીયે વાર યુગલો પોતાના સંબંધ અંગેની સમસ્યાઓ AI ને કહે છે અને ઍઆઈ દ્વારા સૂચવવામાં આવેલા ઉકેલ પ્રમાણે પોતાનું જીવન ઢાળવાની કોશિશ કરે છે. પરંતુ, આ કયાં સુધી ઉચિત છે અને શું એનાથી ખરેખર સંબંધને તૂટતા બચાવી શકાય છે ખરો? આ વિશે જાણીએ, શું કહે છે ઍક્સપર્ટ્સ?

શું ChatGPT ખરેખર સંબંધને બચાવી શકે છે?

કોઇ રોબોટ સાથે વાત કરવાનો વિચાર સુધ્ધાં એક સમયે વિચિત્ર લાગતો હતો, પણ આજે એ આપણા જીવનની સચ્ચાઇ બની ચૂક્યો છે. ભલે ને ફોનમાંથી આવતો સિરીનો અવાજ હોય, કે પછી સ્પીકરમાં ગુંજતો ઍલેક્સાનો અવાજ! રોબોટ સાથે વાત કરવી એ કોઇ નવાઇની વાત નથી રહી. એક જાણીતા થેરાપિસ્ટનું કહેવું છે કે જ્યાં તમારા વિશે કોઇ ન જાણી શકે એવા પ્લેટફૉર્મ પર મન ફાવે તે લખવું કે કહેવું આપણને ઘણુ સારું લાગે છે, પણ એવું બિલકુલ જરુરી નથી કે એ પ્લેટફૉર્મ સુરક્ષિત જ હોય!

ઍક્સપર્ટ્સ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, AI CHATBOAT  તમારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યું છે એવી ભ્રાંતિ તમને ભલે થતી હોય, પણ હકીકત એ છે કે તે તમારી ભાવનાઓને સમજી શકતું નથી. આ ઉપરાંત,ChatGPT તમારી મનોદશા( મૅન્ટલ હૅલ્થ)ને જરા પણ ન સમજતું હોવાની શક્યતા પણ નકારી શકાય નહિ. આ પરિસ્થિતિમાં શક્ય છે કે ChatGPT તમારા એવા વિચારોનું સમર્થન કરે કે જેનાથી તમને અથવા અન્યને નુકસાન પહોંચે અથવા તમારું માનસિક સ્વાસ્થ્ય કથળી જાય.

શું થેરેપીના  બદલે ChatGPTઉપયોગી બને

સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે AI એક સાધન હોઇ શકે છે, પણ થૅરાપીનું સ્થાન ક્યારેય ન લઇ શકે. AIને એક સ્ટ્રક્ચર્ડ હૅલ્પના રુપમાં ઉપયોગ કરી શકાય છે, જેવા કે મૉર્નિંગ રુટિન માટે, પ્રોડક્ટિવિટી પ્રૉમ્ટ્સ બનાવવા માટે વગેરે, પણ એને ભૂલથી પણ ટ્રૉમા પ્રોસેસિંગ કે અવસાદની લાગણીઓ ઠાલવવા માટે ન વાપરવું જોઇએ. AI કોઇ થેરાપિસ્ટ નથી અને એનો થેરાપિસ્ટની જેમ ઉપયોગ પણ ન કરવો જોઇએ.

ક્યારેક ક્યારેક ChatGPT સાથે તમારા સંબંધો વિશે થોડીઘણી વાતચીત કરી શકાય, પરંતુ પૂરી રીતે એના પર નિર્ભર થઇ જવું અને પોતાની દરેકે દરેક વાત એને કહેવી કે પછી એની બધી વાત માનવી આવશ્યક નથી.

સંબંધોને તૂટતા બચાવવામાં કેવી રીતે મદદગાર છે ChatGPT

તમે એવી બાબતોમાં ChatGPTની અવશ્ય મદદ લઇ શકો, જે બાબતોને તમારા પાર્ટનર સમક્ષ તમારે કેવી રીતે રજૂ કરવી એમાં તમે મૂંઝવણ અનુભવતા હો. પાર્ટનર માટે કંઇક સરપ્રાઇઝ પ્લાન કરવા બાબતે પણ તમે એને પૂછી શકો છો. કેવો ઉપહાર આપવો કે યુગલો માટે ઉત્તમ ફરવાના સ્થળો વિશે જાણવા પણ તમે એની મદદ લઇ શકો છો. પરંતુ પૂર્ણપણે એના પર નિર્ભર ન થઇ જવાય એનું ધ્યાન રાખવું જરુરી છએ.

અંતે કહીએ, તો એવી ઘણી બધી વાતો છે કે જે તમારો મિત્ર જ સમજી શકે અથવા તમારો પાર્ટનર જ એનો જવાબ આપી શકે જે તમારા હૃદયને ટાઢક આપે! એવામાં થેરાપી માટે કે પછી પાર્ટનરની કમી ચૅટજીપીટી પૂરી કરી દેશે એવું વિચારીને પૂર્ણતયા ChatGPTપર નિર્ભર થઇ જવું જોઇએ નહિ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક

આ પણ વાંચો:ચિયા બીજ ખાતી વખતે સાવધાન થઈ જજો સાવધાન, કારણ જાણી ચોંકી જશો!

આ પણ વાંચો: આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક