મુંબઇ,
અભિષેક બચ્ચન પારવારિક માણસ છે અને હંમેશાં પોતાના પરિવાર માટે સમય આપવો પસંદ કરે છે. તે પત્ની ઐશ્વર્યા તથા દીકરી આરાધ્યાના વિશેષ ફોટા પણ શેર કરતો હોય છે. વળી તે બહેન શ્વેતાની પણ ઘણો નજીક છે આથી સ્વાભાવિક છે કે બહેનના જન્મદિવસે તે બહેનને સ્પશિયલ ફીલ કરાવવાનું ન જ ભૂલે.
આથી જ અભિષેકે બહેન શ્વેતાને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા આપી છે. તેણે એક ફોટો શેર કર્યો છે જે બંનેના નાનપણનો છે . અને આ ફોટામાં બંને આઇસ્ક્રીમ ખાઈ રહ્યા છે. આ ફોટામાં અભિષેકના વાળ ઓછા છે તેથી કદાચ આ તેના મુંડન બાદનો ફોટો હોઈ શકે છે. અને બંને જણા ઘણા ક્યૂટ લાગી રહ્યા છે. અભિષેકે કરેલી આ વિશિશને દીપિકા પાદુકોણે, કેટરીના કેફે પણ પસંદ કરીને શુભેચ્છા આપી છે.
https://www.instagram.com/p/BvFKvQxHIDO/?utm_source=ig_embed
અભિષેક બચ્ચન ગત વર્ષે અનુરાગ કશ્યપની મનમર્ઝિયામાં જોવા મળ્યો હતો. જેમના તેના પાત્રના ક્રિટિક્સે ખૂબ જ વખાણ કર્યા હતા. થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે અભિષેક પત્ની ઐશ્વર્યા સાથે ગુલાબ જામુન ફિલ્મમાં જોવા મળશે. ત્યાર બાદ એવી ચર્ચા છેકે અભિષેક ગુલાબ જામુનમાં નહીં પરંતુ અમૃતા પ્રીતમની બાયોપિકમાં જોવા મળશે. જેને સંજય લીલા ભણસાલી ડિરેક્ટ કરી રહ્યા છે.

