ટ્રોલ્સ દ્વારા સ્ટાર્સને ટ્રોલ કરવું એ ખૂબ સામાન્ય વાત છે, પરંતુ ટ્રોલ કરવાના ચક્કરમાં ક્યારે-ક્યારે ટ્રોલ્સ હદ પાર કરી દેતા હોય છે અને એવું કઈ કહી બેસે છે જેના કારણે સેલેબ્સ પણ ધીરજ ગુમાવી બેસે છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજા સાથે કંઈક આવું જ થયું જ્યારે કોઈ વ્યક્તિના મેસેજથી તેની ધૈર્ય તૂટી ગઈ અને તેણે કોઈ સમય બગાડ્યા વિના મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી દીધી. ઐશ્વર્યાએ તેના ટ્વીટ હેન્ડલ પર વ્યક્તિની ઇન્સ્ટા પ્રોફાઇલનો એક સ્ક્રીનશોટ અને તેનો મેસેજ શેર કર્યો છે.
Why is this ok? Why should i take this lying down?why should i ignore? It may seem small to some but i refuse to take this nonsense pic.twitter.com/D3j6sutlVe
— Aishwarya sakhuja (@ashsakhuja) June 4, 2020
હકીહતમાં ચિરાગ રંકા નામના વ્યક્તિએ ઐશ્વર્યાના ફિગર વિશે ઘણી ખરાબ ટિપ્પણી કરી. ચિરાગે લખ્યું, ‘તમારી B%^$*BS થોડી મોટી કરો’. ચિરાગનો આ ઘટિયા મેસેજ જોઇને ઐશ્વર્યાનો પારો હાઈ થઇ ગયો. ત્યારબાદ તેણે ચિરાગની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ લીધો અને મુંબઈ પોલીસને ટેગ કર્યા, “તેઓ કેમ ઠીક છે?” મારે શા માટે તેને અવગણવું જોઈએ? કેટલાક લોકો માટે તે થોડી નાની બાબત હોઈ શકે, પણ હું આ બકવાસ સાંભળીશ નહીં. ‘ ઐશ્વર્યાના આ ટ્વિટ પછી તેના ચાહકો તેના સમર્થનમાં સામે આવ્યા અને ચિરાગને જોરદાર ટ્વીટ કરવાનું શરૂ કર્યું છે. કોઈએ કહ્યું, તેને મુંબઈ પોલીસને સોંપો, પછી કોઈએ તો ટ્વિટર ઇન્ડિયામાં ફરિયાદ કરવાની વાત કરી ‘.

આપને જણાવી દઈએ કે ઐશ્વર્યા એક મોટી ટીવી એક્ટ્રેસ છે. ઐશ્વર્યા સાસ બીના સાસુરલ, ખતરો કે ખિલાડી જેવા શોમાં જોવા મળી ચુકી છે. તાજેતરમાં તે આયુષ્માન ખુરનાની ફિલ્મ બાલામાં પણ જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
