Not Set/ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ…?

મોસ્ટ વોન્ટેડ કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ  આવ્યો છે. સાથે સાથે દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાઉદ અને તેની પત્ની રીપોર્ટ પોઝિટીવ આવતા દાઉદના ગાર્ડ્સ એન બીજા સ્ટાફને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. જોકે પાકિસ્તાન […]

World

મોસ્ટ વોન્ટેડ કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ  આવ્યો છે. સાથે સાથે દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દાઉદ અને તેની પત્ની રીપોર્ટ પોઝિટીવ આવતા દાઉદના ગાર્ડ્સ એન બીજા સ્ટાફને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. જોકે પાકિસ્તાન તરફથી આ બાબત અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અને આવાતને નકારવામાં આવી રહી છે. પરંતુ અત્રે નોધનીય છે કે, પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.

નોધનીય છે કે, દાઉદ ઈબ્રાહિમ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના પરિવારની સાથે પાકિસ્તાનમાં છુપાઈને રહે છે. પરંતુ ભારતના લાખ પ્રયાસ છતાંય પાકિસ્તાન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી.  અંડરવર્લ્ડ ડૉન દાઉદ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.