Not Set/ દુબઈમાં આ કારણે ૯ મહિનાથી ૮ ભારતીય નાવિકો ફંસાઈ ગયા છે જહાજમાં, આત્મહત્યા કરવા થયા મજબૂર

દુબઈ આઠ ભારતીય નાવિક છેલ્લા ૯ મહિનાથી દુબઈમાં એક જહાજમાં ફસાઈ ગયેલા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પનામાથી રવાના થયેલું જહાજ ગયા નવેમ્બર મહિનામાં દુબઈની સમુદ્રી સીમા પર પહોચ્યું હતું. જહાજમાં ફસાયેલા નાવિકોએ કહ્યું છે કે તેમની કંપનીએ તેમને વેતન અને જમવાની વ્યવસ્થા આપ્યા વગર જ છોડી દીધા છે. આ નાવિકો પાસે યુએઈના વિઝા નથી જેના […]

Top Stories World Trending

દુબઈ

આઠ ભારતીય નાવિક છેલ્લા ૯ મહિનાથી દુબઈમાં એક જહાજમાં ફસાઈ ગયેલા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પનામાથી રવાના થયેલું જહાજ ગયા નવેમ્બર મહિનામાં દુબઈની સમુદ્રી સીમા પર પહોચ્યું હતું. જહાજમાં ફસાયેલા નાવિકોએ કહ્યું છે કે તેમની કંપનીએ તેમને વેતન અને જમવાની વ્યવસ્થા આપ્યા વગર જ છોડી દીધા છે. આ નાવિકો પાસે યુએઈના વિઝા નથી જેના લીધે તેમને ૯ મહિના જહાજમાં રહેવું પડ્યું છે. આ જહાજનું નામ એમવી ટોપમેન છે.

રીપોર્ટના જણાવ્યા પ્રમાણે નાવિકોએ કહ્યું છે કે દુબઈ પહોચ્ય અપચી તેમણે માત્ર એક જ મહિનાનું વેતન આપવામાં આવ્યું હતું.

ફસાયેલા નાવીકોમાંથી એક જણે કહ્યું હતું કે અમે ગમે તેમ કરીને હાલ જીવિત છે. અમારું વજન પણ સાત-આઠ કિલો ઘટી ગયું છે. અમારી પાસે હવે પુરતી તાકાત નથી બચી અને અમારા પરિવારવાળા પણ હાલ ચિંતા કરી રહ્યા છે. પરીસ્થિતએ અમને આત્મહત્યા કરવા પર મજબૂર કરી દીધા છે.

તમને જણાવી દઈએ કે આં નાવિકો પાસે સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈના વિઝા નથી જેના લીધે તેઓ જહાજમાંથી ભાર ઉતરી શકતા નથી.