Not Set/ VIDEO : ૨ વર્ષ પૂર્ણ થયાના ગણતરીના દિવસ પહેલા જ સર્જિકલ સ્ટ્રાઈકનો વધુ એક વીડિયો આવ્યો સામે

નવી દિલ્હી, ગત ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ ભારતીય સેના દ્વારા આંતકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાનમાં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે હવે સેનાના આ ખાસ ઓપરેશનને બે વર્ષ પૂર્ણ થવાને આરે છે, ત્યારે હવે આ સર્જિકલ સ્ટ્રાઈકનો નવો એક વીડિયો સામે આવ્યો છે. Visuals from surgical strike footage of 29/9/2016 from Pakistan […]

India Trending Videos

નવી દિલ્હી,

ગત ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ ભારતીય સેના દ્વારા આંતકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાનમાં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે હવે સેનાના આ ખાસ ઓપરેશનને બે વર્ષ પૂર્ણ થવાને આરે છે, ત્યારે હવે આ સર્જિકલ સ્ટ્રાઈકનો નવો એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં ભારતીય સેના દ્વારા loc (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ)માં ઘૂસીને પાકિસ્તાનનમાં ઉભા કરેલા આતંકીઓના કેમ્પ તેમજ તેઓના લોન્ચિંગ પેડને નષ્ટ કરતા જોઈ શકાય છે.

https://twitter.com/ANI/status/1045231995544952832

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયો હતો હુમલો

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હૂમલો કર્યો હતો અને ત્યારબાદ ૧૧ દિવસ પછી સેના દ્વારા આ જવાબી કાર્યવાહી કરાઈ હતી

જો કે ભારતીય સેનાના આ દાવા બાદ પણ દેશમાં કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, ત્યારે હવે આ વીડિયો સામે આવ્યા બાદ તમામને જડબાતોડ જવાબ મળવા જઇ રહ્યો છે.