Not Set/ માંની મમતા લજવતો કિસ્સો, પતિના મોત બાદ પ્રેમી સાથે બાંધતી સંબંધ, બાળકો પર કરતી અત્યાચાર

અમદાવાદ, અમદાવાદમાં “માં” ની મામતાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અમરાઈવાડીમાં એક માંએ જ પોતાના 2 દીકરાઓ સાથે મારઝુડ કરી. મૂળ મેહસાણાના આંબાસણ ગામના અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે રહીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારનો આ કિસ્સો છે. ઘરના મોભી અને બે પુત્રોના પિતાએ તેની પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી જઈને આત્મહત્યા કરી લીધી […]

Top Stories Ahmedabad

અમદાવાદ,

અમદાવાદમાં “માં” ની મામતાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અમરાઈવાડીમાં એક માંએ જ પોતાના 2 દીકરાઓ સાથે મારઝુડ કરી. મૂળ મેહસાણાના આંબાસણ ગામના અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે રહીને પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવારનો આ કિસ્સો છે.

ઘરના મોભી અને બે પુત્રોના પિતાએ તેની પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી જઈને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ મૃતકની પત્ની તેના બે પુત્રો સાથે એકલી રહેતી હતી.

મળતી માહિતી મુજબ, આ મહિલા એક નહીં પણ અનેક યુવકો સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી અને તેના પ્રેમીઓ મળવા માટે તેના ઘરે આવતા હતા. હદ ત્યારે થઈ જ્યારે આ મહિલા પ્રેમી સાથેની અંગત પળો માણવા માટે પુત્રોને પણ બહાર કાઢી મૂકવા લાગી.

એટલું જ નહીં પણ 5 વર્ષના બાળકને ગેસના સિલિન્ડર સાથે બાંધીને કાન પકડીને દિવાલ પર તેના માથા પણ પછાડતી અને નિર્દયી અત્યાચાર ગુજારતી.

મોટા 12 વર્ષના પુત્રને તેણે સ્કૂલમાંથી ઉઠાડીને નોકરી કરવા એક મીલમાં મૂકી દીધો અને તેનો જે પગાર આવતો તે પોતે વાપરી નાખતી.આ અંગેની જાણ બાળકના કાકાને થઈ અને તેમણે અમરાઈવાડી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા બાળકોની માતા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે.