Ahmedabad News/ વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે બાગાયત ખેડૂત હાટનું આયોજન

vastrapur માં 11થી 13 જાન્યુઆરી દરમિયાન નાયબ બાગાયત (Horticulture) નિયામક,અમદાવાદની કચેરી દ્વારા ત્રિદિવસીય ખેડૂત હાટનું આયોજન

Ahmedabad Gujarat
vastrapur માં farmerhaat ખેડૂત હાટ -2026નું આયોજન

Ahmedabad News : અમદાવાદ નાયબ બાગાયત  નિયામકની કચેરી દ્વારા vastrapur વસ્ત્રાપુર હાટ ખાતે બાગાયત (Horticulture) ખેડૂત હાટ -2026નું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 13જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટમાં રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, બાગાયાતદારો સહભાગી થશે.

vastrapur માં farmerhaat ખેડૂત હાટ -2026નું આયોજન

બાગાયત ખેડૂત હાટ -2026માં પ્રાકૃતિક બાગાયત (Horticulture) ઉત્પાદનો, મૂલ્યવર્ધિત બાગાયતી પેદાશો, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતો અને સંસ્થાઓ ભાગ લેશે.

ખેડૂત હાટમાં રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, બાગાયાતદારો સહભાગી થશે

બાગાયત (Horticulture) ખેડૂત હાટ farmerhaat માં રાજ્યના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન થયેલ ફળ અને શાકભાજીનું વેચાણ, સામાન્ય રીતે પકવેલફળ અને શાકભાજીનું વેચાણ, મૂલ્યવર્ધિત બાગાયતી પેદાશો(જેવી કે જામ, જેલી, શરબત, અથાણાં, કેચઅપ વિગેરે), ગૃહ ઉદ્યોગ અંગેની ફૂડ પ્રોસેસિંગ મશીનરીનું નિદર્શન, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રી ( કુંડા, રોપા, કોકોપીટ, સાધનો, ગ્રો બેગ વિગેરે)નું પ્રદર્શન અને વેચાણ યોજાશે.

બાગાયત (Horticulture) કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે

આ ઉપરાંત, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને બાગાયત (Horticulture) કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ લાઇવ બાગાયતી પેદાશો પણ જોવા મળશે. સવારે 10.00 થી રાત્રિના09.00 કલાક સુધી વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે આ વેચાણ કમ પ્રદર્શન મેળો યોજાશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:  ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ આપવા i-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

આ પણ વાંચો:  ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે શરુ કરાયો, બાગાયતી પાકોને થયેલ નુકશાન અંગે બેઠકમાં ચર્ચા, બાગાયતી પાકોને નુકશાન અંગે સહાય પેકેજ અપાશે, મીઠાના અગરિયાઓને પણ મદદ કરાશે

આ પણ વાંચો:  રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય, બાગાયત પાકના ઉત્પાદન માટે ખેડૂતોને સહાય, આંબાની જૂની વાડીઓના નવિનીકરણ માટેની યોજના, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો માટેની યોજના, સામાન્ય