Kheda News: ગુજરાતમાં ફરી એકવાર બળાત્કાર (Rape)ની ઘટના સામે આવી છે. સુરત અને વડોદરા બાદ ખેડામાં પણ બળાત્કારની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લામાં ફરી એકવાર બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, માતર તાલુકાના વસો પંથકમાં એક નરાધમ પાડોશીએ એક નહીં પરંતુ ચાર બાળકીઓ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 8 થી 11 વર્ષની વચ્ચેની ચાર છોકરીઓ પર પાડોશીએ બળાત્કાર ગુજાર્યો હતો.
ચોંકાવનારી વાત એ છે કે આ હેવાને છોકરીઓ પર બળાત્કારનો અશ્લીલ વીડિયો પણ અપલોડ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આથી પોલીસે આરોપીનો મોબાઈલ ફોન કબજે કરી વીડિયો મેળવી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લા પોલીસ, એલસીબી અને ડીએસપી સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ સ્ટેશનમાં આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી છે. હવે આ મામલે વસો પોલીસ તપાસ કરી રહી છે.
વડોદારમાં પણ બળાત્કારની ઘટના બની હતી, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ સુરતમાં પણ ગેંગરેપની ઘટના સામે આવી છે. આ કેસમાં પણ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોવા છતાં બદમાશો સુધરવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આવી જ ઘટના ખેડામાં પણ સામે આવી છે. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે બદમાશોએ ચાર સગીર બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું છે.
આ પણ વાંચો:રાજ્યમાં નવરાત્રિમાં બળાત્કારના જુદા-જુદા બનાવોએ મચાવી ચકચાર
આ પણ વાંચો:દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ કરી હત્યા, આચાર્યનું કરતૂત
આ પણ વાંચો:ઘારાવીમાં 60 વર્ષીય વ્યક્તિએ સગીર બાળકી પર કર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ
