26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. જેની સામે દિલ્હી પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ઉપર આજે સુનાવણી હતી. અને કોર્ટે કહ્યું છે કે, દિલ્હીમાં પ્રવેશ કોને આપવો અને કોને નહિ તે પોલીસનો મામલો છે. અને તે દિલ્હી પોલીસ જ નક્કી કરશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આજે સુનાવણી મોકૂફ કરી રહ્યા છીએ તમારે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. સીજેઆઈ એ.પી.સિંઘને જણાવ્યું હતું કે કોણ દિલ્હી આવશે કોણ નહીં આવે તે પોલીસ નક્કી કરશે. આ નકી કરવા બાબતે SCને પહેલો અધિકાર નથી. જણાવી દઈએ કે એપી સિંહે રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાની પરવાનગી માંગી હતી.
froud / કાબુલના રહેવાસીએ અહીંથી લીધી LICની પોલીસી, વીમાની રસીદ જોઈને…
કૃષિ આંદોલન / “સુટ બૂટમાં ફરતાં મિત્રોનું દેવું માફ… ધરતીપુત્ર…
તે જ સમયે, મુખ્ય ન્યાયાધીશે AG ણે જણાવ્યું હતું કે, તમે કેમ ઇચ્છો છો કે તમને કોર્ટ તરફથી ઓર્ડર મળે. તમે તમારા અધિકારનો ઉપયોગ કરો. તેમણે કહ્યું કે અમે બુધવારે આ કેસની સુનાવણી કરીશું. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે એ.પી.સિંઘને પૂછ્યું કે અન્ય ખેડૂત સંગઠનો ક્યાં છે? દવે જણાવ્યું હતું કે તે પ્રસ્તુત થઇ રહ્યા છે. આ અંગે સીજેઆઈએ કહ્યું કે બુધવારે આ મામલે સુનાવણી કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
