આમ તો બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારનો જિલ્લો છે. પણ અહીં ખેડૂતો અવનવી ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. અહીંના ખેડૂતોએ દાડમ, ખારેક બાદ એપલ બોરની ખેતી કરી લાખો રૂપિયાની આવક લણી છે.
- પઠમડા ગામના યુવકે પાંચ વિઘામાં ખેતી કરી
- ખેતરમાં દાડમ અને એપલ બોરની ખેતી કરી
- બાગાયતી ખેતી ખેડૂતો માટે આવકનું સાધન બની
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પઠમડા ગામના ખેડૂતોમાં બાગાયતી ખેતી નો ક્રેઝ વધ્યો છે. જેના કારણે ખેડૂતો દાડમ બાદ હવે એપલ બોરની બાગાયતી ખેતી કરીને સીઝનમાં લાખોની આવક મેળવી રહ્યા છે. પાણી અને વીજળીની અછત વચ્ચે બાગાયતી ખેતી જ ખેડુતો માટે મોટી આવકનું સાધન બન્યું છે.

પઠમડા ગામે રામજી ભાઈ પટેલે પોતાના ખેતરમાં પાંચ વિધામાં એપલ બોરની ખેતી કરી છે. મહારાષ્ટ્રથી 30 રૂપિયાના ભાવે 500 છોડ લાવી એપલ બોરની ખેતી કરી છે. જેમાં સતત આઠ વર્ષથી સિઝનમાં લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. રામજીભાઈને ખેતી ક્ષેત્રે એવોડ મળ્યો છે. એગ્રીકલ્ચરની વિશેષ તાલીમ ગાંધીનગરથી લીધી હતી. જેનો સીધો ફાયદો થઇ રહ્યો છે. દર વર્ષે એપલ બોર 15 રૂપિયાની આસપાસ કિલો વેચાય છે. જે આ વર્ષે 20 રૂપિયાની આસપાસ વેચાય એવી શક્યતા જોવાઈ રહી છે.
રામજીભાઈ નો પરિવાર નજીવી મહેનત કરી એપલ બોર થકી લાખોની આવક મેળવવામાં સફળ થયો છે. ત્યારે બનાસકાંઠા હજુ પણ વધુ બાગાયતી ખેતીમાં અખતરા કરીને મબલખ આવક મેળવે એવી શક્યતા જોવાઈ રહી છે.
દીવ / નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું
જેતપુર / પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો
National / ED અને CBI ડાયરેક્ટરનો કાર્યકાળ વધારાયો, કેન્દ્ર સરકારે બે વટહુકમ બહાર પાડ્યા
