Not Set/ અમદાવાદ/ SG હાઇવે નજીકથી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ પુરુષની મળી લાશ

અમદાવાદ શહેરની શાન સમા અને કહી શકાય કે 24 કલાક ધમધમતા એસ.જી હાઇવે નજીકનાં વિસ્તારમાંથી હત્યા કરાયેલા પુરૂષની લાશ મળી આવી છે. જી હા, એસ.જી હાઇવે સમીપ આવેલા અંદાજ પાર્ટી પ્લોટ પાસેથી હત્યા કરાયેલા પુરૂષની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે.  પ્રાપ્ત પ્રાથમીક માહિતી પ્રમાણે હત્યારાઓ દ્વારા પુરુષનાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરની શાન સમા અને કહી શકાય કે 24 કલાક ધમધમતા એસ.જી હાઇવે નજીકનાં વિસ્તારમાંથી હત્યા કરાયેલા પુરૂષની લાશ મળી આવી છે. જી હા, એસ.જી હાઇવે સમીપ આવેલા અંદાજ પાર્ટી પ્લોટ પાસેથી હત્યા કરાયેલા પુરૂષની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. 

પ્રાપ્ત પ્રાથમીક માહિતી પ્રમાણે હત્યારાઓ દ્વારા પુરુષનાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યુ છે કે હત્યા કરવામાં આવી છે વ્યક્તિનું નામ પ્રમોદ પટેલ છે અને પ્રમોદ પટેલ સાથે આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે તે નોકરીથી પરત ઘરે જઇ રહ્યો હતો. 

હત્યાની આ ઘાતકી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સરખેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમીક તપાસ બાદ હત્યાનાં આ મામલામાં હત્યારેઓને શોધી કાઢી ઝેર કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews