વડોદરામાં પણ કોરોનાનો હાહાકાર યથાસ્થિતિ જોવામાં આવી રહ્યો છે. શુક્રવાર સાંજ સુધીમાં વડોદરામાં કોરોનાના વધુ 125 નવા કેસ નોંધવામાં આવ્યા હોય લોકોમાં ભય જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે આજે નોંધવામાં આવેલા કેસ સાથે વડોદરામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 8554 થઇ ગઇ છે.
કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્યભરમાં કોરોનાનાં ટેસ્ટની સંખ્યા વઘારી દેવામાં આવી છે અને આજે પણ વડોદરામાંથી 2341 સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાંથી 2216 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને બાકીનાં લોકોમાં સંક્રમણ જોવામાં આવતા તમામ દર્દીઓને ઉચ્ચીત સારવાર હેઠળ લેવામાં આવ્યા છે.
વાત કરવામાં આવે વડોદરાનાં રિકવરી રેટની તો આજે કોરોનાથી વડોદરામાં વધુ દર્દીઓ 186 દર્દીએ સાજા થયાં છે અને તમામને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વડોદરામાં કોરોનાથી 6938 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાને કારણે મરણજનાર લોકો મામલે વડોદરામાં આજે વધુ 2 દર્દીઓનાં મોત નીપજ્યા છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં વડોદરામાં કોરોના દર્દીઓનાં મોતનો આંક 148 પર પહોંચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
