Not Set/ હળવદ : બે કોમ સામસામે આવી જતા તંગદિલી, કલમ 144 લાગુ

હળવદમાં બે કોમ સામસામે આવી જતાં શહેરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગઈકાલે રાત્રે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં ચાર વ્યક્તિ ઘાયલ થઈ હતી. ત્યારે આજે સવારે સાડા દસ આસપાસ શહેરમાં આવેલી દુકાનોની આગચંપી કરવામાં આવી હતી. […]

Top Stories Gujarat

હળવદમાં બે કોમ સામસામે આવી જતાં શહેરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ગઈકાલે રાત્રે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં ચાર વ્યક્તિ ઘાયલ થઈ હતી. ત્યારે આજે સવારે સાડા દસ આસપાસ શહેરમાં આવેલી દુકાનોની આગચંપી કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી હતી.

હળવદમાં સવારે કેટલીક દુકાનોને તોફાની ટોળા એ આગ ચાંપી દીધી હતી. જેને પગલે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આગને કાબૂમાં લેવા માટે મિનરલ વોટરની બોટલો ખાલી કરવી પડી હતી.

રાત્રે બનેલા બનાવમાં ઘાયલ થયેલાઓને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પહેલા તેમને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

રાત્રે બે કોમ સામસામે આવી જતાં ચાર લોકો ઘાયલ થયા હતા. જેને પગલે એક કોમના લોકો રાત્રે જ તેમના મકાનો બંધ કરીને નાસી ગયા હતા.