Not Set/ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ દર્દીને ઉંદર કરડ્યો,પરિવારજનોએ કરી બબાલ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી હતી. સિવિલ હોસ્પિટલમાં સોમવારે આઇસીસીયુ વોર્ડમાં સારવાર લઇ રહેલા અને વેન્ટીલેટર પર રહેલા સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા વૃદ્ધની ડાબી આંખે ઉંદર કરડી જવાથી તેમનું મૃત્યુ થયાનો આક્ષેપ દર્દીના પરિવારજનોએ કર્યો હતો. ઉંદર કરડી જવાના બનાવને પગલે સમગ્ર સિવીલ તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક આંખના ડોક્ટરને બોલાવીને […]

Top Stories Gujarat

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી હતી. સિવિલ હોસ્પિટલમાં સોમવારે આઇસીસીયુ વોર્ડમાં સારવાર લઇ રહેલા અને વેન્ટીલેટર પર રહેલા સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા વૃદ્ધની ડાબી આંખે ઉંદર કરડી જવાથી તેમનું મૃત્યુ થયાનો આક્ષેપ દર્દીના પરિવારજનોએ કર્યો હતો.

ઉંદર કરડી જવાના બનાવને પગલે સમગ્ર સિવીલ તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક આંખના ડોક્ટરને બોલાવીને આંખની જગ્યાએ પાટાપીંડી કરી હતી. સિવિલમાં ઉંદરના અંડિગાથી દર્દીઓના આરોગ્ય મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્દઢ આરોગ્ય સેવા દર્દીઓને આપવામાં આવી રહી હોવાનો દાવો કરી રહ્યું છે.

સેક્ટર-7-ડીમાં પ્લોટ નંબેર 1242/2 ખાતે રહેતા અને નિવૃત્ત ઉચ્ચ અધિકારી જયંતભાઇ જી.ભટ્ટને બિમારી થતાં એક સપ્તાહ અગાઉ સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આઇસીસીયુ વોર્ડમાં સારવાર લઇ રહેલા અધિકારીની સાથે તેમની દિકરી ગત રાત્રીએ વોર્ડમાં સૂઇ ગઇ હતી. ત્યારે તેમની ઉપરથી ઉંદર જતા હોવાની ફરિયાદ વોર્ડના કર્મચારીને કરી હતી.

જો કે આ મામલાને વોર્ડના કર્મચારીઓએ ગંભીરતાથી નહી લેતા ઉંદરે સારવાર લઇ રહેલા નિવૃત્ત અધિકારીની ડાબી આંખે કરડતા આંખની આસપાસ લોહીથી ખરડાઇ ગયો હતો. આ મામલે નિવૃત્ત અધિકારીના પરિવારજનોએ ઉંદર કરડવાનો આક્ષેપ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતાં.

આંખના તબિબને બોલાવીને ઉંદર કરડી ગયાની જગ્યાએ પાટાપીંડી કરી દીધી હતી. ઉંદર કરડી જવાના મામલે નિવૃત્ત અધિકારીના પરિવારજનોએ પોલીસને બોલાવી હતી.

નિવૃત્ત અધિકારીને લોહી બંધ થવાની દવા ચાલુ જ હતી, આથી ઇજા થવાથી લોહી વધારે વહી જવાથી તેમનું મોત નિપજ્યું નથી. હાર્ટ, કિડની અને શ્વાસની બિમારી સબબ તેમને દાખલ કરાયા હતા. ઉંદર કરડી ગયો છે તેમ કહી શકાય નહી, આંખની ઉપર ઇજા થઇ હોવાનું મેડિસીન વિભાગના એચઓડી ડૉ.શશી મુન્દ્રાએ જણાવ્યું છે.આ મામલે દર્દીના સગા અને હોસ્પિટલના સતાધીશો વચ્ચે સામસામે આક્ષેપબાજી થતા આ મામલે ભારે વિવાદ થતા દિવસભર આ બાબતે ભારે ઉહાપોહ મચી ગયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.