ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આજે મંગળવારે માનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાવવાની વિશ્વકપ સેમીફાઈનલ મેચ પહેલા ઉત્તર પ્રદેશનાં વિભિન્ન મંદિરોમાં ખાસ પૂજા કરવામાં આવી રહી છે. ક્રિકેટ પ્રેમીઓ વારાણસીનાં સંકટ મોચન મંદિરમાં હવન કરતા જોવા મળ્યા રહી છે. સેમીફાઈનલમાં ભારતીય ટીમની જીત માટે પવિત્ર શહેરનાં અન્યા ઘણા મંદિરોમાં પણ રામાયણ નાં વિશેષ પાઠ કરવામા આવી રહ્યા છે.
Prayagraj: People offer prayers at Sangam and offer chadar at a dargah, ahead of #NZvIND match in the first semi-final of #CWC19 today. India will take on New Zealand today at Old Trafford, Manchester (England). pic.twitter.com/XVDUEQoAys
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 9, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
વિંદ્યાચલ મંદિરમાં ક્રિકેટ ચાહકોએ કેપ્ટન વિરાટ કોહલીની જીત માટે ખાસ પૂજા કરી હતી, જેના પછી ‘ભંડારા’ નું પણ આયોજન કરાયુ હતુ. આ જગ્યાએ ભારતીય ટીમનાં સભ્યોનાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. પ્રયાગરાજની વાત કરીએ તો અહી ગંગા નદીનાં કિનારે સ્થિત ભગવાન હનુમાનનાં પ્રસિદ્ધ મંદિરમાં આજે સવારે વિશેષ પૂજા કરવામાં આવી હતી. સેમીફાઈનલનો ક્રિકેટ પ્રેમીઓમાં ક્રેસ કેટલો છે તેનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય કે લખનઉ સ્થિત હનુમાન મંદિરોમાં સવારથી જ યુવા ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ઉલ્લેખનીય છે કે, આજે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં સ્થાનિક સમય મુજબ બપોરે 3 વાગ્યાથી શરૂ થવાની છે. ત્યારે સમગ્ર દેશમાં ટીમ ઈંન્ડિયાની જીત માટે પૂજા પ્રાથના કરતા ક્રિકેટ ચાહકો નજરે ચઢી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
