Not Set/ સતત 5 દિવસે મુંબઈમાં ભારે વરસાદ, બોરિવલીમાં 3 મકાન ધરાશાયી

મુંબઈ, મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. પૂરા શહેરમાં પૂર જેવી પરીસ્થિતિ જેવા હાલાત થઇ ગયા છે. ખુબ જ પાણી ભરાઈ જવાના કારણે મુંબઈના ડબ્બાવાળાઓ પણ તેમની સેવાઓ બંધ કરી દીધી છે. રસ્તા, સોસાયટી બધી જગ્યાએ વરસાદના પાણી ભરાઇ ગયા છે. #WATCH High tide in Mumbai […]

Top Stories India Trending Videos

મુંબઈ,

મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. પૂરા શહેરમાં પૂર જેવી પરીસ્થિતિ જેવા હાલાત થઇ ગયા છે. ખુબ જ પાણી ભરાઈ જવાના કારણે મુંબઈના ડબ્બાવાળાઓ પણ તેમની સેવાઓ બંધ કરી દીધી છે. રસ્તા, સોસાયટી બધી જગ્યાએ વરસાદના પાણી ભરાઇ ગયા છે.

મુંબઈ, પાલઘર, થાણે અને નવી મુંબઈમાં છેલ્લાં 5 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે સવારે પણ ભારે વરસાદના કારણે હિંદમાતા, કોલાબા, માર્ટુંગા, દાદર, સાંતાક્રૂઝ અને સાયનમાં પાણી ભરાઈ ગયા છે.

નાલા સોપાર રેલવે સ્ટેશનના ટ્રેક પર સતત બીજા દિવસે પણ પાણી ભરાઈ ગયા હોવાથી વેર્સ્ટન રેલવે લાઈન પર વાહનવ્યવહાર પર અસર થઈ છે.

બોરિવલી-ચર્ચગેટ, સેન્ટ્રલ લાઈન અને હાર્બર લાઈન પર ટ્રેન 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે.

પાલઘરના વસઇ વિસ્તાર વિસ્તારમાં ભારે વરસાદ પછી ઘરોમાં પાણી ભરાઇ ગયા હતાં. 150થી વધારે ઘરોમાં 400 લોકોને અસર પડી હતી.

બોરિવલીમાં ભારે વરસાદના કારણે ત્રણ ઘરમાં નુકસાન થયું છે. ત્યાં ઈમારતનો એક મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે.

 રસ્તા હોય કે રેલ્વે લાઇન બધી જ જગ્યાએ પાણી ભરાઇ ગયા છે.

બીજી તરફ મુશળધાર વરસાદને કારણે તુલસી લેક ઓવરફ્લો થઇ ગઇ છે. મુંબઇમાં છેલ્લા બે દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે.

 NDRFની ટીમ લોકોની મદદ કરવા તૈનાત કરવામાં આવી (Rajesh Saple/News18)

6 જુલાઇના રોજ જ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. હવામાન વિભાગે મહાનગર અને પડોશી થાણે, પાલઘર અને રાયગઢ જીલ્લામાં સોમવારે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી.